ઉંચે લોગ ઉંચી પસંદ...દાને દાને મેં કેસર કા દમ...વાળા સ્કૂલમાં માવો-મસાલો ખાતા શિક્ષકોની નોકરી જશે!
School Teachers: CM બગડ્યા! સ્કૂલમાં પાન-મસાલા ખાતા શિક્ષકો મર્યા, ચાલુ ક્લાસે 'માવો' ખાધો તો ઘરભેગા સમજો...સરકારે સ્પષ્ટ કરી દીધું છેકે, સ્કૂલમાં બાળક વ્યસનના પાઠ ભણે તે કોઈપણ રીતે નહીં ચલાવી લેવામાં આવે.
Trending Photos
Gujarat School Latest News: સ્કૂલમાં પાન-મસાલા ખાવાની આદત હોય તો સુધરી જજો...વિદ્યાર્થીઓ નહીં, આ વખતે આ સુચના આવી છે શિક્ષકો માટે. તપાસ દરમિયાન સામે આવ્યું છેકે, ઘણાં શિક્ષકો સ્કૂલોમાં ચાલુ ક્લાસે પાન-મસાલા અને ગુટખા ખાતા હોય છે. સ્કૂલમાં શિક્ષકો વ્યસન કરતા હોવાની મુખ્યમંત્રીને ફરિયાદ થઈ હતી. એમાંય બે ડગલાં આગળ વધીને ઘણાં તો વિદ્યાર્થીઓ પાસે જ આવા પાન-મસાલા અને ગુટખા મંગાવતા હોય છે. જોકે, હવે નહીં ચલાવી લેવામાં આવે આવી લાલિયાવાડી. ગુજરાત સરકારે આ મામલે કરી છે લાલ આંખ.
શિક્ષકો સ્કૂલમાં વ્યસન કરતા હોવાની મુખ્યમંત્રીને મળી હતી ફરિયાદઃ
ઘણાં શિક્ષકો સ્કૂલમાં વ્યસન કરતા હોવાની ફરિયાદને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુબ જ ગંભીરતાથી લીધી છે. આ અંગે સરકારે શિક્ષકોને રીતસર સુધરી જવાની સુચના આપી દીધી છે. નહીં તો કડકમાં કડક કાર્યવાહીની પણ ચીમકી આપવામાં આવી છે. સ્કૂલમાં પાન મસાલા ખાતા શિક્ષકો સામે પગલાં લેવા આદેશ આપી દેવામાં આવ્યાં છે. મુખ્યમંત્રીએ શિક્ષણમંત્રીને આ અંગે કડક સુચના આપી છે. જેને પગલે શિક્ષણ વિભાગ પણ સફાળું જાગ્યું છે. રાજ્યના શિક્ષણ વિભાગે દરેક જિલ્લા શિક્ષણાધિકારીને આ અંગે કડક કાર્યવાહી કરવાની સુચના આપી દીધી છે.
ફોજદારી કાર્યવાહી કરવા સુધીની અપાઈ છે ચીમકીઃ
સરકારે સ્પષ્ટ કરી દીધું છેકે, સ્કૂલમાં બાળક વ્યસનના પાઠ ભણે તે કોઈપણ રીતે નહીં ચલાવી લેવામાં આવે. સ્કૂલમાં શિક્ષકો વિદ્યાર્થીઓ સામે વ્યસન કરે તે લાંછનીય અને નંદનીય છે તેનું પણ સરકારે સ્પષ્ટ કર્યું છે. જેને પગલે મુખ્યમંત્રીએ વિદ્યાના ધામમાં વ્યસન ન થાય તેની તકેદારી રાખવા કડકમાં કડક સુચના આપી છે. જેને પગલે શિક્ષકોએ જો ચાલુ ક્લાસે મસાલો ખાધો તો ફોજદારી ગુનો બનશે એવી આડકતરી ચીમકી પણ શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવી છે. ખુદ શિક્ષણ વિભાગે આ બાબતે દરેક જિલ્લાના શિક્ષણાધિકારીને પત્ર લખ્યો છે.
માવા-મસાલા ખાતા શિક્ષકો પર રહેશે બાજનજરઃ
ગુજરાતની શાળાઓમાં શિક્ષકોના વ્યસનને લઈ હવે શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યું છે. વિગતો મુજબ શિક્ષણ વિભાગે રાજ્યના દરેક જિલ્લા શિક્ષાધિકારીને પત્ર લખ્યો છે. આ પત્રમાં શાળાઓમાં પાન મસાલા ખાતા શિક્ષકો સામે પગલાં લેવા આદેશ આપ્યો છે. આ સાથે શાળાઓમાં વ્યસન કરતા શિક્ષકો સામે પગલાં લેવા સૂચના પણ આપી છે. શિક્ષણ વિભાગે કહ્યું છે કે, શિક્ષણના મંદિરમાં બાળકો વ્યસન કરવાના પાઠ ભણીને જાય તે લાંછનીય બાબત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે