PM મોદીની હાજરીમાં ભૂપેન્દ્ર પટેલ દેખાડશે ગુજરાત પાવર, આ દિગ્ગજ કંપનીઓ નાખશે ધામા

Semicon India: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi)મુલાકાત દરમિયાન ગુજરાતની શક્તિ જોવા મળશે. PM મોદી, (PM Narendra Modi)જે 27 જુલાઈના રોજ બે દિવસીય ગુજરાત પ્રવાસ પર છે, તેઓ 28 જુલાઈએ ગાંધીનગરમાં સેમિકોન ઈન્ડિયા (SemiconIndia2023)2023નું ઉદ્ઘાટન કરશે.

PM મોદીની હાજરીમાં ભૂપેન્દ્ર પટેલ દેખાડશે ગુજરાત પાવર, આ દિગ્ગજ કંપનીઓ નાખશે ધામા

Semicon India 2023: સેમિકન્ડક્ટરના ક્ષેત્રમાં ભારતને આગળ લઈ જવા અને તેને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્ય સાથે પીએમ મોદી 28 જુલાઈના રોજ ગાંધીનગરમાં સેમિકોન ઈન્ડિયાનું ઉદ્ઘાટન કરશે. સેમિકન્ડક્ટર્સનું ઉત્પાદન કરતી વિશ્વની અગ્રણી કંપનીઓના ટોચના અધિકારીઓ આ કાર્યક્રમમાં હાજર રહેશે. પીએમ મોદી આ અવસર પર કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi)મુલાકાત દરમિયાન ગુજરાતની શક્તિ જોવા મળશે. PM મોદી, (PM Narendra Modi)જે 27 જુલાઈના રોજ બે દિવસીય ગુજરાત પ્રવાસ પર છે, તેઓ 28 જુલાઈએ ગાંધીનગરમાં સેમિકોન ઈન્ડિયા (SemiconIndia2023)2023નું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમમાં એક-બે નહીં પરંતુ વૈશ્વિક ઓળખ ધરાવતી ડઝનથી વધુ કંપનીઓ પણ હાજર રહેશે. જેમાં ફોક્સકોન, માઈક્રોન, એએમડી, આઈબીએમ, માર્વેલ, વેદાંત, એલએએમ રિસર્ચ, એનએક્સપી સેમિકન્ડક્ટર્સ જેવી કંપનીઓના નામ સામેલ છે.

પીએમ મોદી સેમિકન્ડક્ટરના ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માંગે છે. આ કાર્યક્રમમાં પીએમ મોદી ભારતના સેમિકન્ડક્ટર મિશન માટે કેટલીક મોટી જાહેરાતો પણ કરી શકે છે. પીએમ મોદીના સેમિકન્ડક્ટર મિશનને ધ્યાનમાં રાખીને ગુજરાતે દેશની પ્રથમ સેમિકન્ડક્ટર પોલિસી જારી કરી છે.

આ પ્રદર્શન છ દિવસ સુધી ચાલશે-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 28 જુલાઈ 2023 ના રોજ SEMCON ઈન્ડિયાનું (SemiconIndia2023)ઉદ્ઘાટન કરશે. સેમિકન્ડક્ટર સેક્ટરને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) મંત્રાલય દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 30 જુલાઈ સુધી ચાલશે. આ કાર્યક્રમની શરૂઆત પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક વિશેષ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. તેને 25મી જુલાઈથી સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે. આ પ્રદર્શનમાં સેમિકન્ડક્ટરની ઉત્પાદન પ્રક્રિયા અને આ ક્ષેત્રમાં થયેલી પ્રગતિ વિશે લોકોને માહિતગાર કરવામાં આવશે. આ પ્રદર્શન પણ 30 જુલાઈ સુધી ચાલશે.

જાયન્ટ કંપનીઓ ભેગી થશે-
સેમિકોન ઈન્ડિયા ખાતે ત્રણ દિવસીય ઈવેન્ટમાં ફોક્સકોન, માઈક્રોન, એએમડી, આઈબીએમ, માર્વેલ, વેદાંતા, એલએએમ રિસર્ચ, એનએક્સપી સેમિકન્ડક્ટર્સ, એસટી માઈક્રો ઈલેક્ટ્રોનિક્સ, ગ્રાન્ટવુડ ટેક્નોલોજીસ, ઈન્ફાઈનન ટેક્નોલોજીસ અને એપ્લાઈડ મટીરીયલ્સ વગેરે હાજર રહેશે. ઇવેન્ટમાં, આ કંપનીઓ ભારતમાં આ ક્ષેત્રમાં નવી તકો દર્શાવવા માટે સેમિકન્ડક્ટર ચિપ, ડિસ્પ્લે ફેબ, ચિપ ડિઝાઇન અને એસેમ્બલી ક્ષેત્રના અનુભવી નિષ્ણાતોને સાથે લાવશે. તાજેતરમાં, ગુજરાત સરકારે રૂ. 22,500 કરોડના ATMP પ્રોજેક્ટની સ્થાપના માટે સેમિકન્ડક્ટર ઉત્પાદક માઇક્રોન ટેક્નોલોજી સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. કંપની ગુજરાતના સાણંદ ખાતે તેનો પ્લાન્ટ સ્થાપશે અને ડિસેમ્બરમાં તેની પ્રથમ સેમિકન્ડક્ટર ચિપ બજારમાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news