વિધાનસભાની વાતઃ આ વખતે ઝાલોદમાં કોનું ચાલશે જાદુ? જાણો કઈ પાર્ટીને પસંદ કરશે મતદારો

ઝાલોદ બેઠક પર કુલ 261,591 મતદારો નોંધાયા છે. જેમાં 131845 પુરુષ મતદાર, 129739 મહિલા મતદાર અને અન્ય 7 મતદારોનો સમાવેશ થાય છે. આ બેઠક પર અનુસુચિત જનજાતિની વસ્તી ધરાવે છે, દાહોદ લોકસભા બેઠકમાં કુલ 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે દેવગઢબારીયાની બેઠક બાદ કરતાં તમામ બેઠકો એસ.ટી.ઉમેવાદર માટે અનામત છે.  

વિધાનસભાની વાતઃ આ વખતે ઝાલોદમાં કોનું ચાલશે જાદુ? જાણો કઈ પાર્ટીને પસંદ કરશે મતદારો

ઝી બ્યૂરો, અમદાવાદઃ કોંગ્રેસના પ્રભુત્વવાળી ઝાલોદ બેઠકને જીતવા માટે ભાજપ અને આપની નજર છે. આ બેઠક પર અત્યાર સુધી એક જ વખત ભાજપ આવ્યું છે. 1962થી 2017 સુધીમાં માત્ર એક વખત 2002માં કટાકા ભુરાભાઈ ભાજપમાંથી જીત્યા હતા. કોંગ્રેસની મજબૂત પકડવાળી બેઠક પર આપની પણ નજર છે. આ વખતની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આપ પણ મેદાન એ જંગમાં શામેલ હોવાથી મુકાબલો વધુ રોમાંચક બની રહેશે. અને ચૂંટણી જીતવા માટે ભાજપ અને કોંગ્રેસે વધુ મહેનત કરવી પડશે. આપ પાર્ટી પણ ગુજરાતના રાજકારણમાં આપ ધીરે ધીરે એન્ટ્રી કરી રહી છે. અને ટૂંક જ સમયમાં ગુજરાતના છેવાડાના લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે.

ઝાલોદ બેઠક પર મતદાર અને ઉમેદવારોનું ગણીત-
ઝાલોદ બેઠક પર કુલ 261,591 મતદારો નોંધાયા છે. જેમાં 131845 પુરુષ મતદાર, 129739 મહિલા મતદાર અને અન્ય 7 મતદારોનો સમાવેશ થાય છે. આ બેઠક પર અનુસુચિત જનજાતિની વસ્તી ધરાવે છે, દાહોદ લોકસભા બેઠકમાં કુલ 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે દેવગઢબારીયાની બેઠક બાદ કરતાં તમામ બેઠકો એસ.ટી.ઉમેવાદર માટે અનામત છે.  

વર્ષ            વિજેતા ઉમેદવાર                       પક્ષ
2017 કટારા ભાવેશભાઈ બાબુભાઈ               કોંગ્રેસ
2012 ગરાસીયા મિતેષભાઈ કાળાભાઈ           કોંગ્રેસ
2007 દિતાભાઈ ભીમભાઈ મછાર                  કોંગ્રેસ
2002 કટારા ભુરાભાઈ જેતાભાઈ                   ભાજપ
1998 મચ્છર દિતાભાઈ ભીમાભાઈ                કોંગ્રેસ
1995 મચ્છર દિતાભાઈ ભીમાભાઈ                કોંગ્રેસ
1990 મુનિયા વિરજીભાઈ લીંબાભાઈ             કોંગ્રેસ
1985 મુનિયા વિરજીભાઈ લીંબાભાઈ             કોંગ્રેસ
1980 મુનિયા વિરજીભાઈ લીંબાભાઈ             કોંગ્રેસ
1975 મુનિયા વિરજીભાઈ લીંબાભાઈ             કોંગ્રેસ
1972 મુનિયા વિરજીભાઈ લીંબાભાઈ             કોંગ્રેસ
1967 એચ.એલ. નિનામા                             કોંગ્રેસ
1962 ટીતાભાઈ મેઘાજીભાઈ હઠીલા             કોંગ્રેસ

ઝાલોદ બેઠક પર વિવાદ-
2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના દાવેદારોએ રનીંગ ધારાસભ્ય ડો. મિતેષ ગરાસિયાનો સામુહિક રીતે વિરોધ કર્યો હતો. મિતેષ ગરાસિયાએ પોતાના વિસ્તારમાં વિકાસના કામો નથી કર્યા તેમજ સંકલનમાં રહેતા ન હોવાનો આક્ષેપ કરતાં વિવાદ ઉભો થયો હતો. આ વિવાદથી મિતેશભાઈને ટિકિટ ન મળીને કટારા ભાવેશને ટિકિટ મળી હતી. બીજો વિવાદ હિરન પટેલની હત્યાનો છે ઝાલોદ પાલિકાના ભાજપના કાઉન્સિલર હિરેન પટેલની હત્યામાં પૂછપરછમાં પૂર્વ સાંસદ બાબુ કટારા અને ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈ અમિત કટારાના ઈશારે હિરેન પટેલની હત્યા કરાઇ હોવાનું બહાર આવતા દાહોદ એલસીબીએ અમિત કટારાની ધરપકડ કરતા રાજકારણ ગરમાયું હતું. આ બધા વિવાદના કારણે કોંગ્રેસને આવખતની ચૂંટણીમાં વધુ મહેનત કરવી પડી શકે છે અને કોંગ્રસના આ નબળા પાસાઓનો ફાયદો મળે તે માટે ભાજપ એડિચોટીનું જોર લગાવી રહી છે.

 

દરેક પાર્ટીએ જીત માટે લગાવ્યું જોર-
હાલમા જ ભાજપની ઝાલોદ નગરની કારોબારી અને ઝોન બેઠક યોજાઈ હતી.  
ઝાલોદમાં તાલુકાના સરહદી વિસ્તારોમાં પાણીની સમસ્યાનો ઉકેલ ન આવતો હોવાની બૂમો છે.  ઝાલોદ તાલુકાની પાંચ જિલ્લા પંચાયત સીટમાં નલ સે જલ યોજના હેઠળ ખાતમુહુર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વળી દાહોદ જિલ્લામાં તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપે અભૂતપૂર્વ વિજયી દેખાવ કર્યો હતો, તેથી હવે આવનારી વિધાનસભા ચૂંટણી માટે પણ ભાજપે કમર કસી લીધી છે.

આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા ગઠબંધન થયા બાદ પરિવર્તન યાત્રા બીજી જૂને ઝાલોદ પહોંચી હતી. આપ આદિવાસીઓની બેઠક થકી ગુજરાત વિઘાનસભામાં પ્રવેશવા ટાર્ગેટ કરે છે. કોંગ્રેસે પણ મિશન 2022 ની શરૂઆત દાહોદમાં આદિવાસી સંમેલનથી કરી હતી. મે 2022માં રાહુલ ગાંધીએ દાહોદમાં ‘આદિવાસી સત્યાગ્રહ’ રેલી યોજી હતી, જેમાં આદિવાસીઓના અનેક સળગતા મુદ્દાઓ, આદિવાસી અસ્મિતા, સંસ્કૃતિ માટે લડતનો નિર્ધાર સાથે ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું હતું. આ જોતા દાહોદની 6 આદિવાસી બેઠકો ત્રણે પક્ષ માટે ખુબ મહત્વની જણાય છે. જેમાં ઝાલોદ બેઠક મહત્વની છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news