Today Gold Rate: મોટો ઝટકો! વધવા લાગ્યા સોના-ચાંદીના ભાવ, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
Today Gold Rate: જો તમે પણ આવનારા દિવસોમાં સોનું અથવા કોઈ જ્વેલરી ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો ફટાફટ અત્યારે જ વિચારી લેજો. એક્સપર્ટ્સનું માનવું છે કે વર્ષ 2022ના અંત સુધીમાં સોનાનો ભાવ 54000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી જવાની શક્યતા છે.
Trending Photos
Today Gold Rate: સોના અને ચાંદીના ભાવનમાં સતત તેજી ચાલુ છે. અઠવાડિયાના પહેલા દિવસે આજે ફરીથી સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે સોનાનો ભાવ 52500 રૂપિયાની સપાટી કૂદાવી ગયો છે. જો તમે પણ આવનારા દિવસોમાં સોનું અથવા કોઈ જ્વેલરી ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો ફટાફટ અત્યારે જ વિચારી લેજો. એક્સપર્ટ્સનું માનવું છે કે વર્ષ 2022ના અંત સુધીમાં સોનાનો ભાવ 54000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી જવાની શક્યતા છે.
સોનું થયું મોંઘુ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સોનાના ભાવમાં 0.49 ટકાની તેજી જોવા મળી છે. આ વધારા સાથે ગોલ્ડ 52588 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે.
ચાંદી પણ મોંઘી થઈ
આ ઉપરાંત ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. આજે ચાંદી 0.22 ટકાની તેજી સાથે 61708 રૂપિયા પ્રતિ કિલોના લેવલ પર જોવા મળી છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં નરમાઈ
જો આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો અહીં આજે સોના અને ચાંદીમાં નરમાઈ જોવા મળી છે. સોમવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર ભાવ 0.27 ટકા તૂટીને 1,765.62 ડોલર પ્રતિ ઔંસ થયો. જ્યારે ચાંદીનો ભાવ પણ 0.44 ટકા તૂટીને 21.06 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયો.
આ વીડિયો પણ ખાસ જુઓ...
ગોલ્ડ ખરીદતા પહેલા રાખો આ ધ્યાન
જો તમે પણ માર્કેટમાં સોનાની ખરીદી કરવા જઈ રહ્યા છો તો હોલમાર્ક જોઈને જ ગોલ્ડની ખરીદી કરો. સોનાની શુદ્ધતા ચેક કરવા માટે તમે સરકારી એપનો પણ ઉપયોગ કરી શકો છો. ‘BIS Care app’ દ્વારા તમે ગોલ્ડની પ્યોરિટી ચેક કરી શકો છો. ગોલ્ડ અસલ છે કે નકલી. આ ઉપરાંત તમે આ એપ દ્વારા ફરિયાદ પણ કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે