અમદાવાદ એરપોર્ટ દ્વારા 50 ટનથી વધુ પ્લાસ્ટિક કેમ એકત્રિત કરાયું? જાણો આગળ શું છે પ્લાન

અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને રોપાઓને પાણી પુરું પાડવા ટ્રીટેડ વોટરનો ઉપયોગ કરવામાં આવે છે અને તેમાંથી બગીચાઓ અને ઇન-હાઉસ નર્સરી તૈયાર કરવામાં આવે છે. રિસાયક્લિંગ તકનીકોનો ઉપયોગ કરીને પાણીની જરૂરિયાતો સંતોષવામાં આવે છે. હાલના તબક્કે એરપોર્ટ પર 5,000 થી વધુ ઘરો છે.

  • 50 ટન પ્લાસ્ટિક કચરો એકત્રિત કરી રિસાયક્લિંગ માટે મોકલાયો

  • ટર્મિનલમાં 400 ડેકોરેટિવ પ્લાન્ટર્સ અને 2500+ ઇન્ડોર પ્લાન્ટ્સ છે

    એરપોર્ટ પર CO2 ઉત્સર્જનમાં ઘટાડા માટે 4000 LEDs સ્થાપિત કરાયા

Trending Photos

અમદાવાદ એરપોર્ટ દ્વારા 50 ટનથી વધુ પ્લાસ્ટિક કેમ એકત્રિત કરાયું? જાણો આગળ શું છે પ્લાન

અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ પર્યાવરણ સંરક્ષણના મિશન સાથે જોડાઈને સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે ગત વર્ષે 50 ટનથી વધુ પ્લાસ્ટિક એકત્ર કર્યું છે. નવા 16 ઈલેક્ટ્રિક વાહનો ઉમેર્યા છે, અને ટૂંક સમયમાં એરસાઈડ કામગીરી માટે વધારાનું EV ચાર્જિંગ સ્ટેશન પણ શરૂ કરાશે. SVPI એરપોર્ટ પર દરરોજ પસાર થતા મુસાફરોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરીમાં સૌથી વધુ પેસેન્જર ટ્રાફિક એક દિવસમાં 37960 હતો, જેમાં દરરોજની સરેરાશ 249 ફ્લાઇટ મૂવમેન્ટ હતી. તદુપરાંત હવાઈ મુસાફરીની વધતી જતી માંગ સાથે મુસાફરોની અવરજવર અને ડ્રોપ-ઓફ અને પીક અપ માટે આવતા લોકો પણ વધી રહ્યા છે. જો કે, એરપોર્ટ પર પેદા થતો કચરો રિસાયકલ કરવા અને ન્યૂનતમ પર્યાવરણીય જોખમોને ઘટાડવા 50 ટન પ્લાસ્ટિક કચરો એકત્ર કરવામાં આવ્યો હતો.

ખાસ બનાવાયેલા સેગ્રિગેશન પ્લાન્ટની મદદથી સંચિત કચરાને પ્રોસેસિંગ અને રિસાયક્લિંગ માટે બહાર મોકલવામાં આવ્યો હતો. સતત પ્રયાસોના પગલે એરપોર્ટ પરથી 15 ટનથી વધુ ખાદ્ય કચરો એકઠો કરવામાં આવે છે. એકત્રિત કચરામાંથી ખાતર બનાવવા એક નવું મશીન પણ એરપોર્ટ પરિસરમાં સ્થાપિત કરવામાં આવી રહ્યું છે.

અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને રોપાઓને પાણી પુરું પાડવા ટ્રીટેડ વોટરનો ઉપયોગ કરવામાં આવે છે અને તેમાંથી બગીચાઓ અને ઇન-હાઉસ નર્સરી તૈયાર કરવામાં આવે છે. રિસાયક્લિંગ તકનીકોનો ઉપયોગ કરીને પાણીની જરૂરિયાતો સંતોષવામાં આવે છે. હાલના તબક્કે એરપોર્ટ પર 5,000 થી વધુ ઘરો છે. બહારના વિસ્તારોમાં સુંદર ઝાડીઓ અને 10,000 ફૂલ-છોડ છે. ટર્મિનલ- 1 અને 2 ની અંદર 400 થી વધુ ડેકોરેટિવ પ્લાન્ટ્સ અને 2,500થી વધુ ઇન્ડોર પ્લાન્ટ્સ છે, જેનાથી ઇન્ડોર માઇક્રોક્લાઇમેટમાં સુધારો થાય છે. આ મુહિમનો હેતુ માત્ર લીલોતરીનો વધારવાનો જ નથી પરંતુ પર્યાવરણીય ધોરણો અને નિયંત્રણોનું અમલીકરણ, ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ધ્વનિ પ્રદૂષણ ઘટાડવુ, શ્રેષ્ઠ ટેકનીક્સ અપનાવવા જેવી પ્રથાઓ સુનિશ્ચિત કરવાનો વૈશ્વિક અભિગમ પણ છે. જેમાં બળતણની કાર્યક્ષમતા વિકસાવવી, ઊર્જા અને પાણી સાથે કામ કરતી સંસાધન સંરક્ષણ નીતિનો ઉપયોગ અને રિસાયક્લિંગ જેવી પદ્ધતિઓનો ઉપયોગ પણ કરવામાં આવે છે.

પર્યાવરણમાં યોગદાન માટેના પ્રયાસો અવિરત રાખીને તાજેતરમાં અમદાવાદ એરપોર્ટે પરંપરાગત બળતણ ધરાવતા વાહનોના સ્થાને અદ્યતન ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ શરૂ કર્યો છે. એટલુ જ નહીં, અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ ઘટાડવા એરપોર્ટ કેટલાક સ્ટેક હોલ્ડર્સે એરસાઇડ પર ઇલેક્ટ્રિક વાહનો અને વિવિધ નવીન ઊર્જા સંરક્ષણ પદ્ધતિઓને પ્રોત્સાહન અપનાવવાનું શરૂ કર્યું છે.

પર્યાવરણ સંરક્ષણમાં બહેતર યોગદાન આપવા સાથે એરપોર્ટ સ્ટેકહોલ્ડર્સ મુસાફરોમાં જનજાગૃતિ વધારવાના પ્રયાસો જારી રાખે છે. પરંપરાગત લાઇટોના સ્થાને LED લાઇટો ઈન્સ્ટોલ કરી એરપોર્ટની રોશની વધારવામાં આવી છે. એરપોર્ટે પર 4000 LED મુકવામાં આવી છે (ટકાવારીની દ્રષ્ટિએ 95% છે), જે ઊર્જા સંરક્ષણની સૌથી કાર્યક્ષમ રીતોમાંની એક છે. આ પગલાના પરિણામે ગુજરાતની માથાદીઠ ઉર્જા વપરાશના 80 ગણી ઉર્જા બચત થઈ છે અને તે 33 ઘરોના સરેરાશ ઉર્જા વપરાશની જેટલી કહી શકાય. એરપોર્ટ પર LED ના ઉપયોગના કારણે CO2 ઉત્સર્જનમાં ઘટાડો થયો છે. આ પહેલને પરિણામે 5280 વૃક્ષો દ્વારા સીકવેટ કરાયેલા કાર્બનની સમકક્ષ CO2 ઉત્સર્જનમાં ઘટાડો થયો છે. ઉપરોક્ત પહેલો ઉપરાંત, SVPIA રૂફટોપ સોલાર પેનલ્સ પણ ધરાવે છે, જે દરરોજ સરેરાશ 5500 KWH ઉર્જા ઉત્પન્ન કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો એકંદર ઉર્જા વપરાશ પૈકી 8% ઊર્જા ઉત્પાદન સૌર ઊર્જા દ્વારા થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news