Gujarat New Cabinet: ગુજરાતની નવી કેબિનેટમાં મુખ્યમંત્રી સહિત 7 પાટીદાર નેતાઓને મળ્યું સ્થાન
આખરે ગુજરાતની નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ પૂર્ણ થઈ ગયો છે. આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા ભાજપે નવી કેબિનેટ બનાવી છે. આ કેબિનેટમાં તમામ સમાજને પ્રતિનિધિત્વ મળે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
Trending Photos
ગાંધીનગરઃ આખરે ગુજરાતને નવા મુખ્યમંત્રી સાથે નવી કેબિનેટ પણ મળી ગઈ છે. આજે ગાંધીનગરમાં કુલ નવા 24 મંત્રીઓએ શપથ લીધા છે. ભાજપે વિધાનસભા ચૂંટણી-2022ને ધ્યાનમાં રાખી પોતાના નવા મંત્રીમંડળની રચના કરી છે. જૂના તમામ મંત્રીઓને પડતા મુકવામાં આવ્યા છે. તો ચૂંટણીને ધ્યાનમાં રાખીને જાતિ સમીકરણ પણ જોવામાં આવ્યા છે. ભાજપથી નારાજ પાટીદારોને મનાવવા માટે મુખ્યમંત્રીની ખુરશી પાટીદારને સોંપવામાં આવી છે. તો નવા મંત્રીમંડળમાં 6 નવા પાટીદાર મંત્રીઓએ શપથ લીધા છે. જેમાં ત્રણ નેતાઓને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે.
નવી સરકારમાં ચાર લેઉઆ અને ત્રણ કડવા પટેલનો સમાવેશ
ગુજરાતની નવી સરકારમાં મુખ્યમંત્રી સહિત કુલ 7 નેતાઓનો સમાવેશ થાય છે. જેમાં ચાર લેઉવા અને ત્રણ કડવા પટેલ સામેલ છે. મુખ્યમંત્રી પણ કડવા પટેલ સમાજમાંથી આવે છે.
આ લોકોનો થયો સમાવેશ
ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી (કડવા પટેલ)
ઋષિકેશ પટેલ (કડવા પટેલ)
બ્રિજેશ મેરજા (કડવા પટેલ)
રાઘવજી પટેલ (લેઉઆ પટેલ)
જીતુ વાઘાણી (લેઉઆ પટેલ)
વીનુ મોરડિયા (લેઉઆ પટેલ)
રાઘવજી પટેલ (લેઉઆ પટેલ)
આ પણ વાંચોઃ નવી કેબિનેટમાં 15 મંત્રી કરોડપતિ, 7 મંત્રીઓની ઉંમર 50 વર્ષથી નીચે, જાણો ગુજરાતની નવી કેબિનેટને
આ છે ગુજરાતના 10 નવા કેબિનેટ મંત્રી
ભૂપેન્દ્ર પટેલ, ઘાટલોડિયા (મુખ્યમંત્રી)
રાજેન્દ્ર ત્રિવેદી, રાવપુરા
જીતુ વાઘાણી, ભાવનગર પશ્ચિમ
ઋષિકેશ પટેલ, વીસનગર
પૂર્ણેશ મોદી, સુરત પશ્ચિમ
રાઘવજી પટેલ, જામગનર ગ્રામ્ય
કનુભાઇ દેસાઈ, પારડી
કિરીટસિંહ રાણા, લીંબડી
નરેશ પટેલ, ગણદેવી
પ્રદીપ પરમાર, અસારવા
અર્જુનસિંહ ચૌહાણ, મહેમદાવાદ
આ છે ગુજરાતના 5 રાજ્યકક્ષાના મંત્રી, જેમની પાસે સ્વતંત્ર હવાલો છે
હર્ષ સંઘવી, મજૂરા
જગદીશ પંચાલ, નિકોલ
બ્રિજેશ મેરજા, મોરબી
જીતુ ચૌધરી, કપરાડા
મનીષા વકીલ, વડોદરા
આ છે ગુજરાતના 9 નવા રાજ્યકક્ષાના મંત્રી
મુકેશ પટેલ, ઓલપાડ
નિમિષાબેન સુથાર, મોરવા હડફ
અરવિંદ રૈયાણી, રાજકોટ
કુબેરસિંહ ડિંડોર, સંતરામપુર
કીર્તિસિંહ વાઘેલા, કાંકરેજ
ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજ
આર. સી. મકવાણા, મહુવા
વીનુ મોરડિયા, કતારગામ
દેવા માલમ, કેશોદ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે