યુનિવર્સિટીઓમાં તોફાન કરતા અસામાજિક તત્વો સાવધાન! ગુજરાતની જાણીતી યુનિ. પોલીસ કરતા પણ હાઈટેક બની, જાણો કેમ

વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીનાં કેમ્પસ અને તમામ હોસ્ટેલ્સમાં એવા આધુનિક કેમેરા સજ્જ કરવામાં આવ્યા છે, જેમાં ફેસ રેકગ્નિશનની સુવિધા પણ છે. હાલ આવા 800 કેમેરા ઇન્સ્ટોલ થઇ ચૂક્યા છે અને બીજા 2500થી 3 હજાર કેમેરા લગાવવામાં આવશે.

 યુનિવર્સિટીઓમાં તોફાન કરતા અસામાજિક તત્વો સાવધાન! ગુજરાતની જાણીતી યુનિ. પોલીસ કરતા પણ હાઈટેક બની, જાણો કેમ

જયંતિ સોલંકી/વડોદરા: વડોદરાની મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીનું કેમ્પસ અને હોસ્ટેલ આધુનિક કેમેરાથી સજજ થઈ છે. જેમાં ફેસ રેકગ્નિસનની સુવિધા સાથેના 800 કેમેરા લગાવવામાં આવ્યા છે. જ્યારે આગામી દિવસોમાં 2500થી 3 હજાર કેમેરા લગાવવામાં આવશે. જેનો નાઇટ વિઝન અને હાઇડેફિનેશન ટેકનોલોજીવાળા કેમેરાનું સ્થાનિકની સાથે મેઇન સર્વરમાં પણ ડેટા સ્ટોર થશે. જેથી સ્થાનિક લેવલે પણ કોઇ સમસ્યા સર્જાય તો મેઇન સર્વરમાં એનું સ્ટોરેજ રહે અને તેનું સેન્ટ્રલાઇઝ મોનિટરિંગ થઇ શકે એવી પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. તો કેમેરાથી યુનિવર્સિટીમાં તોફાન કરવા આવતા બહારના તત્વોની ઓળખ થઈ શકશે. જેથી વિદ્યાર્થીઓ પણ સત્તાધિશોના આ નિર્ણયને આવકાર્યો છે. કેમેરા લગાવતા હવે MS યુનિવર્સિટીની સુરક્ષામાં પણ વધારો થયો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીનાં કેમ્પસ અને તમામ હોસ્ટેલ્સમાં એવા આધુનિક કેમેરા સજ્જ કરવામાં આવ્યા છે, જેમાં ફેસ રેકગ્નિશનની સુવિધા પણ છે. હાલ આવા 800 કેમેરા ઇન્સ્ટોલ થઇ ચૂક્યા છે અને બીજા 2500થી 3 હજાર કેમેરા લગાવવામાં આવશે.

એમ.એસ.યુનિવર્સિટી વડોદરા પોલીસ કરતાં પણ વધુ હાઇટેક કેમેરાથી સજ્જ સંસ્થા બની છે. સ્થાનિકની સાથે મેઇન સર્વરમાં પણ ડેટા સ્ટોર થશે. જો કે તબક્કાવાર હજુ કેમેરા લગાવી ઝડપથી પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે. આ કેમેરા નાઇટ વિઝન અને હાઇડેફિનેશન ટેકનોલોજીવાળા છે, જેથી રાત્રિના સમય દરમિયાન પણ આપણે એનું ચોક્ક્સ વિઝન મેળવી શકાશે, એનો કંટ્રોલ રૂમ બે તબક્કામાં બનાવેલો છે. એક તો સ્થાનિક લેવલે કંટ્રોલ રૂમ હોય અને ત્યાર બાદ મેઇન સર્વરમાં પણ ફૂટેજનો સંગ્રહ થાય, જેથી સ્થાનિક લેવલે પણ કોઇ સમસ્યા સર્જાય તો મેઇન સર્વરમાં એનું સ્ટોરેજ રહે અને એનું સેન્ટ્રલાઇઝ મોનિટરિંગ થઇ શકે એવી પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે

મહારાજા સર સયાજીરાવ યુનિવર્સિટીમાં નવા કેમેરા લાગવાથી સુરક્ષા માં વધારો થયો છે નાઇટ વિઝન હોવાના કારણે રાત્રિ ના દરમિયાન પણ વિદ્યાર્થીઓ તેમજ બાહર થી આવતા અસામાજિક તત્વો પર નજર રાખી શકાય છે ફેસ રેકગ્નિશનની સુવિધા છે જેથી msu માં બનતા બનાવ માં બાહરના તત્ત્વોની ઓળખ કરી શકાય છે .msu સત્તાધિશો દ્વારા નવો લેવામાં આવેલ નિર્ણય ને વિદ્યાર્થીઓ આવકાર્ય છે

નવા cctv કેમેરા લગાવી ઝડપથી પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે. આ કેમેરા નાઇટ વિઝન અને હાઇડેફિનેશન ટેકનોલોજીવાળા છે, જેથી રાત્રિના સમય દરમિયાન પણ આપણે એનું ચોક્ક્સ વિઝન મેળવી શકીશું, એનો કંટ્રોલ રૂમ બે તબક્કામાં બનાવેલો છે. એક તો સ્થાનિક લેવલે કંટ્રોલ રૂમ હોય અને ત્યાર બાદ મેઇન સર્વરમાં પણ ફૂટેજનો સંગ્રહ થાય, જેથી સ્થાનિક લેવલે પણ કોઇ સમસ્યા સર્જાય તો મેઇન સર્વરમાં એનું સ્ટોરેજ રહે અને એનું સેન્ટ્રલાઇઝ મોનિટરિંગ થઇ શકે એવી પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news