How To Reduce Electricity Bill: જો વિજળી બિલ મસમોટું આવતું હોય તો ઓછું કરવા આ જબરદસ્ત Tips ખાસ અજમાવો
How To Reduce Electricity Bill: કાળઝાળ ગરમી શરૂ થતા જ લોકો સામે મોટી સમસ્યા એ આવી જાય છે કે વિજળીનું બિલ કેવી રીતે ઘટાડવું. કારણ કે ગરમીથી રાહત મેળવવા માટે આખો દિવસ એસી, કૂલર અને પંખા ચાલુ રહેતા હોય છે. જેના કારણે વિજળીનો વપરાશ વધી જાય છે.
Trending Photos
How To Reduce Electricity Bill: કાળઝાળ ગરમી શરૂ થતા જ લોકો સામે મોટી સમસ્યા એ આવી જાય છે કે વિજળીનું બિલ કેવી રીતે ઘટાડવું. કારણ કે ગરમીથી રાહત મેળવવા માટે આખો દિવસ એસી, કૂલર અને પંખા ચાલુ રહેતા હોય છે. જેના કારણે વિજળીનો વપરાશ વધી જાય છે. ગરમીના આ ચાર મહિનામાં વિજળીનું બિલ તો જાણે ડબલ થઈને આવે છે. પરંતુ જો તમે અહીં જણાવવામાં આવેલી ટિપ્સ અનુસરશો તો તમારું વિજળીનું બિલ 50 ટકા સુધી ઘટી શકે છે. આમાં તમારે ન તો કંજૂસાઈ કરીને ઓછું એસી ચલાવવું પડશે કે ન તો ગરમી સહન કરવી પડશે. બસ થોડી સતર્કતા વર્તવાની છે.
સોલર પેનલનો કરો ઉપયોગ
ભારતમાં સોલર પેનલનો વિકલ્પ સૌથી સારો છે. તમારા ઘરની છત પર સોલર પેનલ લગાવી શકો છો. આ એક વન ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ છે. પરંતુ તે તમારા વિજળીના બિલને ઘણું ઓછું કરી શકે છે. તમે ઓનલાઈન રિચર્સ કરીને તમારા ઘર પ્રમાણે તે લગાવી શકો છો.
આ રીતે બચાવો વિજળી
બલ્બ અને ટ્યૂબ લાઈટ કરતા સીએફએલ પાંચ ગણા સુધી વિજળીનું બિલ બચાવે છે. આવામાં ટ્યૂબલાઈટની જગ્યાએ સીએફએલનો ઉપયોગ કરો. જે રૂમમાં તમારે લાઈટની જરૂર નથી તેને બંધ કરી દો. ઈન્ફ્રારેડ સેન્સર, મોશન સેન્સર અને ડિમર જેવી વસ્તુઓનો ઉપયોગ કરો.
આવા એસી જ ખરીદો
ઓછા રેટિંગવાળા એસી વધુ વિજળી વાપરે છે. વિજળીનું બિલ ઓછું આવે તેવું ઈચ્છતા હોવ તો 5 સ્ટાર રેટિંગવાળા એસી જ ખરીદો. આ ઉપરાંત એલઈડી લાઈટનો ઉપયોગ કરશો તો તેમાં પણ વિજળીનું બિલ ઓછું આવતું હોય છે.
સિલિંગ અને ટેબલ ફેનનો વધુ ઉપયોગ કરો
ગરમીમાં એસી કરતા વધુ સિલિંગ ફેન અને ટેબલ ફેનનો ઉપયોગ કરો. તે 30 પૈસા પ્રતિ કલાક પ્રમાણે ખર્ચ થાય છે જ્યારે એસી 10 રૂપિયા પ્રતિ કલાક પ્રમાણે ચાલતું હોય છે. જો તમારે એસી ચલાવવું જ હોય તો 25 ડિગ્રી પર સેવ કરીને ચલાવો. તેનાથી વિજળી પણ ઓછી વપરાશે. આ સાથે જ જે રૂમમાં એસી ચાલતું હોય ત્યાંનો દરવાજો એકદમ બંધ રાખો.
ફ્રિજ પર કુકિંગ રેન્જ ન રાખો
ફ્રિજ પર માઈક્રોવેવ જેવી વસ્તુઓ બિલકુલ ન રાખો. તેનાથી વિજળીનું બિલ વધુ આવે છે. ફ્રિજને ડાઈરેક્ટ સનલાઈટથી દૂર રાખો. ફ્રિજની આસપાસ એરફ્લો પૂરતો હોવો જોઈએ. ગરમ વસ્તુઓ ફ્રિજમાં ન મૂકો. સૌથી પહેલા તેને ઠંડી થવા દો. કમ્પ્યુટર અને ટીવી ચલાવ્યા બાદ પાવર ઓફ કરી દો. મોનીટરને સ્પીડ મોડમાં રાખો. ફોન અને કેમેરા ચાર્જરનો ઉપયોગ કર્યા બાદ તેને પ્લગમાંથી કાઢી નાખો. પ્લગમાં રહે તો વિજળીનો વધુ ઉપયોગ થતો હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે