Gujcet 2023: આવતીકાલે ગુજરાતભરમાં લેવાશે ગુજકેટની પરીક્ષા, વાંચી લેજો શિક્ષણ બોર્ડનો એકશન પ્લાન

રાજ્યની ડીગ્રી એન્જીનીયરીંગ, ડીગ્રી/ ડિપ્લોમા ફાર્મસી કોલેજના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા લેવાય છે. રાજ્યભરના 34 કેન્દ્રો પર 626 બિલ્ડિંગમાં 6,598 બ્લોકમાં ગુજકેટની પરીક્ષા લેવાશે.

 Gujcet 2023: આવતીકાલે ગુજરાતભરમાં લેવાશે ગુજકેટની પરીક્ષા, વાંચી લેજો શિક્ષણ બોર્ડનો એકશન પ્લાન

અતુલ તિવારી/અમદાવાદ: આવતીકાલે રાજ્યભરમાં ગુજકેટ 2023ની પરીક્ષા લેવાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ગૃપ એ, બે અને ગ્રૂપ એ.બી.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે. રાજ્યભરમાં ગુજરાત બોર્ડના 1,15,135, CBSE ના 13,570 વિદ્યાર્થીઓ સહિત દેશભરના જુદા જુદા બોર્ડમાં અભ્યાસકર્તા કુલ 1 લાખ 30 હજાર 516 વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે.

રાજ્યની ડીગ્રી એન્જીનીયરીંગ, ડીગ્રી/ ડિપ્લોમા ફાર્મસી કોલેજના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા લેવાય છે. રાજ્યભરના 34 કેન્દ્રો પર 626 બિલ્ડિંગમાં 6,598 બ્લોકમાં ગુજકેટની પરીક્ષા લેવાશે. સવારે 10 થી બપોરે 4 વાગ્યા સુધી ગુજકેટની પરીક્ષા લેવાશે. ભૌતિકવિજ્ઞાન, રસાયનવિજ્ઞાન, જીવવિજ્ઞાન અને ગણિત વિષયોની પરીક્ષા લેવાશે. 

સવારે 10 થી 12 દરમિયાન 120 મિનિટની ભૌતિક અને રસાયનવિજ્ઞાનની પરીક્ષા રહેશે, જેમાં 40 - 40 માર્કના પેપરમાં 40 - 40 પ્રશ્નો પુછાશે. બપોરે 1 થી 2 વાગ્યા દરમિયાન જીવવિજ્ઞાનની પરીક્ષા 60 મિનિટની રહેશે, 40 પ્રશ્નો પુછાશે, 40 માર્કની પરીક્ષા હશે. બપોરે 3 થી 4 વાગ્યા દરમિયાન ગણિતની પરીક્ષામાં પણ 40 પ્રશ્નો રહેશે, 40 માર્કનું પેપર 60 મિનિટનું રહેશે. MCQ બેઝડ પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં રહેશે.

અમદાવાદ શહેરમાં એક ઝોનમાં 58 બિલ્ડિંગમાં 580 બ્લોકમાં 11,571 વિદ્યાર્થીઓ આપશે, અમદાવાદ ગ્રામ્યમાં 5,959 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ પૂર્ણ કરી ચુક્યા હોઈ, તેવા જ નિયમો સાથે પરીક્ષા આપવાની હોઈ વિદ્યાર્થીઓને કોઈ સમસ્યા થશે નહીં. તમામ પરીક્ષા કેન્દ્રનું CCTV દ્વારા મોનીટરીંગ કરાશે. પરીક્ષા કેન્દ્રની આસપાસ કલમ 144 લાગુ રહેશે, ઝેરોક્ષ સેન્ટર બંધ રાખવા પડશે. પરીક્ષામાં સાદા કેલક્યુલેટરનો ઉપયોગ કરી શકાશે, સાયન્ટિફિક કેલક્યુલેટર પર પ્રતિબંધ રહેશે. મોબાઈલ કે લોગ ટેબલ પણ પરીક્ષા સમયે પ્રતિબંધિત રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news