ગુજરાતમાં સંભવિત ચોથી લહેરના ભણકારા! સુરત-ખેડામાં કોરોના કેસ નોંધાયા, ટ્રાવેલ હિસ્ટ્રીમાં થયો આઘાતજનક ખુલાસો
કોવિડ સંક્રમણ વધ્યા બાદ ભારત સરકારે પણ કેટલીક ગાઈડ લાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈનના ભાગ રૂપે ઇન્ટરનેશનલ ટ્રાવેલરના 2 % પેસેંજરના ટેસ્ટિંગ એરપોર્ટ ખાતે કરવાના હોય છે. આ ટેસ્ટિંગના ભાગ રૂપે સુરત પાલિકાના રાંદેર ઝોનમાં એક વ્યક્તિ પોઝિટિવ આવ્યો છે.
Trending Photos
સુરત: વિશ્વના અનેક દેશોમાં ફરી કોરોનાએ ઉથલો માર્યો છે. કોરોનાને લઈ ભારત સરકાર પણ એલર્ટ છે અને દેશભરની સરકારી હોસ્પિટલોમાં મોકડ્રિલ કરાઈ હતી. આ દરમિયાન સુરત શહેરમાં દુબઇની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા રાંદેરના એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા દોડધામ મચી છે. મ્યુનિ.એ સેમ્પલ જીનોમ સિકવન્સીંગ માટે ગાંધીનગર મોકલ્યા છે
કોવિડ સંક્રમણ વધ્યા બાદ ભારત સરકારે પણ કેટલીક ગાઈડ લાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈનના ભાગ રૂપે ઇન્ટરનેશનલ ટ્રાવેલરના 2 % પેસેંજરના ટેસ્ટિંગ એરપોર્ટ ખાતે કરવાના હોય છે. આ ટેસ્ટિંગના ભાગ રૂપે સુરત પાલિકાના રાંદેર ઝોનમાં એક વ્યક્તિ પોઝિટિવ આવ્યો છે. રાંદેર ઝોનમાં રહેતો અને છેલ્લા 30 દિવસથી ધંધા અર્થે દુબઈ ગયેલા 25 વર્ષીય યુવાન સુરત એરપોર્ટ પર ઉતર્યો ત્યારે રેન્ડમ ચેકીંગમાં આ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સરકારની ગાઈડ લાઈન પ્રમાણે જીનોમ સિક્વન્સિંગ માટે ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યો છે.
આ પણ વાંચો: આ સ્ટારકિડ્સની બોલ્ડનેસની બોલબાલા, ફોટો જોઇ ફેન્સ થયા પાણી પાણી!
આ પણ વાંચો: ટિકિટ કેન્સલ કર્યા વિના પણ રિઝર્વેશનની તારીખોમાં કરી શકો છો ફેરફાર, જાણો રીત
આ પણ વાંચો: પાર્ટીમાં ન્યાસાના બોલ્ડ લુકનો વિડીયો થયો લીક, ટલ્લી જોઇ ટ્રોલ કરવા લાગ્યા ફેન્સ
રાંદેર ઝોનમાં રહેતા આ દર્દીને હાલમાં કોવિડના કોઈ પ્રકારના બાહ્ય લક્ષણો દેખાતા નથી. આ વ્યક્તિએ કોવિડ-19 રસીના બે ડોઝ લીધા છે. હાલ કોઇ લક્ષણો ન હોવાથી હોમ આઇસોલેશનમાં છે. આ વ્યક્તિના પરિવારમાં અન્ય ચાર સભ્યો છે પણ તેમના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
ખેડામાં કોરોનાનો એક પોઝિટીવ કેસ
કોરોનાના હાહાકાર વચ્ચે ખેડા જિલ્લામાં કોરોનાનો એકપોઝિટીવ કેસ નોંધાયો છે. 21 વર્ષીય યુવકને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. યુવક આફ્રિકાના યુગાન્ડાથી ગઈકાલે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા યુવકને તાત્કાલિક હોમ આઈસોલેશન કરવામાં આવ્યો છે. હાલ યુવકને માતર તાલુકા ખાતે હોમ આઇસોલેશન કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન
આ પણ વાંચો: ALERT! 31 ડિસેમ્બર બાદ આ 49 સ્માર્ટફોનમાં WhatsApp થઈ જશે બંધ, તમારો ફોન તો નથી ને!
આ પણ વાંચો: Kiara થી માંડીને Shanaya સુધી, ન્યૂ ઇયર પર કોપી કરો આ બોલીવુડ હસીનાઓનો લુક
યુવક મૂળ વતની નડિયાદ તાલુકાનો છે. યુવકના સંપર્કમાં આવેલ કુલ 24 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં 8 ક્લોઝ કોન્ટેકમાં આવેલ વ્યક્તિઓના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે. ખેડા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસ આવતા જિલ્લા આરોગ્ય આરોગ્ય કેન્દ્ર હરકતમાં આવ્યું છે. ખેડા જિલ્લામાં ત્રણ મહિના બાદ કોરોનાનો પોઝીટીવ કેસ સામે આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે