Kandukur Stampede: ટીડીપી પ્રમુખ ચંદ્રાબાબૂ નાયડૂના રોડ શો દરમિયાન ભાગદોડ, 7 લોકોના મોત

Kandukur Stampede: નેલ્લોર જિલ્લાના કંડુકુરમાં ટીડીપી પ્રમુખ ચંદ્રાબાબૂ નાયડૂના રોડ શો દરમિયાન થયેલી ભાગદોડમાં સાત લોકોના મોત થયા છે. 

Kandukur Stampede: ટીડીપી પ્રમુખ ચંદ્રાબાબૂ નાયડૂના રોડ શો દરમિયાન ભાગદોડ, 7 લોકોના મોત

નેલ્લોરઃ Kandukur Stampede:  નેલ્લોર જિલ્લાના કંદુકુરમાં બુધવાર (28 ડિસેમ્બર) એ ટીડીપી પ્રમુખ અને આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રાબાબૂ નાયડૂના રોડ શો દરમિયાન ભાગદોડમાં સાતથી વધુ લોકોના મોત થયા છે. આ દરમિયાન ઘણા લોકોને ઈજા પહોંચી છે. 

પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રાબાબૂ નાયડૂ પોતાની પાર્ટીના અભિયાન હેઠળ જિલ્લાનો પ્રવાસ કરી રહ્યાં હતા અને હજારો સમર્થક કંદુકુરમાં તેમનું સ્વાગત કરવા માટે ભેગા થયા હતા. 

7 people have lost their lives, injured admitted to hospital: Police pic.twitter.com/uqU1j8K66X

— ANI (@ANI) December 28, 2022

ચંદ્રાબાબૂ નાયડૂ ઘટના બાદ અધવચ્ચે રોડ શો છોડીને હોસ્પિટલ પહોંચ્યા જ્યાં ઈજાગ્રસ્તોને દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. 

7 લોકોના મોત થયા 
TDP નેતા એન ચંદ્રબાબૂ નાયડૂ દ્વારા આજે નેલ્લોર જિલ્લાના કંદુકુર ખાતે આયોજિત જાહેર સભા દરમિયાન પક્ષના કાર્યકરો વચ્ચે થયેલી ઝપાઝપીમાં સાત TDP કાર્યકરોના મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે 7 લોકોએ જીવ ગુમાવ્યા, ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ભાજપના નેતાએ શોક વ્યક્ત કર્યો 
ભાજપ નેતા કે વિષ્ણુ વર્ધન રેડ્ડીએ આ ઘટના પર ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું, "આંધ્રપ્રદેશના કંદુકુર ખાતે ટીડીપીની એક રેલીમાં નાસભાગમાં 7 થી વધુ લોકોના મોત થયા અને ઘણા ઘાયલ થયા. હું રાજ્ય સરકારને વહેલી તકે કટોકટી-તબીબી સહાય પ્રદાન કરવા વિનંતી કરું છું. અને પીડિત પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના. ઓમ શાંતિ."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news