ગુજરાત પર મોટી આફત! આ જિલ્લાઓમાં ગમે ત્યારે આવશે પૂર, મુખ્યમંત્રીને દિલ્હીથી આવ્યો ફોન

Gujarat Rain Alert : રાજ્યમાં મૂશળધાર વરસાદ.. 80 તાલુકામાં વરસ્યો 3થી 14 ઈંચ સુધી વરસાદ... સૌથી વધુ ખેરગામમાં ખાબક્યો 14 ઈંચ વરસાદ... તો વાંસદામાં પણ સાડા 8 ઈંચ વરસાદથી ચારેકોર પાણી જ પાણી.. 
 

ગુજરાત પર મોટી આફત! આ જિલ્લાઓમાં ગમે ત્યારે આવશે પૂર, મુખ્યમંત્રીને દિલ્હીથી આવ્યો ફોન

Gujarat Weather Forecast : તહેવારોમાં મેઘરાજા મુશળધાર વરસી રહ્યાં છે. રાજ્યમાં વહેલી સવારે પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. સવારે રાજ્યના 144 તાલુકામાં વરસાદી માહોલ નોઁધાયો. ત્યારે હાલ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ છે. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ છે. તેથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનીક ચર્ચા કરી વિગતો મેળવી હતી. વરસાદ પ્રભાવિત વિસ્તારો ની સ્થિતિ રાહત બચાવ કામગીરી સહીતના મુદ્દાઓ પર ચર્ચા કરી. તો બીજી તરફ, ગાંધીનગર સ્ટેટ કંટ્રોલરૂમ સમગ્ર રાત દરમિયાન મોનિટરિંગ કરતો રહ્યો. સમગ્ર રાજ્યમાં પડેલા  ભારે વરસાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના પગલે રાજ્યને 13 એનડીઆરએફની ટીમ ફાળવવામા આવી છે. નર્મદા, કચ્છ, વલસાડ, દ્વારકા, જુનાગઢ, સુરત, નવસારી, મોરબી, બનાસકાંઠા, ગીર સોમનાથ અને ભાવનગરમાં એક ટીમ ફાળવવામા આવી છે. આ તરફ ગુજરાતના અનેક ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કાયા છે. તાપીને ઉકાઈ એલર્ટ, આજી-4 ડેમ 90% ભરાયો છે. પાનમ 70% ભરાયો, ઉડ જામનગર હાઈ એલેટ પર મુકાયો છે. તો નર્મદા ડેમ 135.26 સપાટી વટાવી ગયો છે. 

નવસારીમાં ફરી પૂર
નવસારી જિલ્લામાં બે દિવસથી વરસી રહેલા અંદાધાર વરસાદને કારણે નદી કાંઠે રહેતા લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે એક મહિનામાં બબ્બે પૂર જોનારા લોકોની અનાજ ઘરવખરી ને મોટા પ્રમાણમાં નુકસાન થતાં માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો છે ઓગસ્ટના પ્રારંભે આવેલા અંબિકા ના પુરમાં અસરગ્રસ્તોને તંત્ર દ્વારા હજી સુધી કેશ ડોલ ની સહાય ચૂકવાઇ નથી ત્યાં તો આ બીજું ફોર બે દિવસોથી લોકોને આફતમાં મૂક્યા છે બે દિવસની રોજગારી પણ નહીં અને ઘરમાં પાણી છે બહાર આશરો તો લીધો છે પણ ચિંતા ઘરવખરીની છે કારણ કે પાણી ઉતર્યા બાદ કોણ ખવડાવવા આવશે ભગવાન ભરોસે બેઠેલા લોકો સરકાર થોડી રાહત રૂપ સહાય આપે તો જીવન પાટે ચડાવવામાં મદદ થાય પરંતુ તંત્ર છે કે કાર્યવાહી ના નામે કાગળિયા તો લઈ લીધા પણ હજુ સુધી કેશ ડોલ પણ ચૂકવાઇ નથી તો સ્થાનિક આગેવાનો પણ સરકારને વિનંતી કરી રહ્યા છે કે ગરીબ વર્ગના લોકોને સહાયરૂપ મદદ મળે તો એમને મુશ્કેલીમાં મોટી રાહત મળશે.

વલસાડની ઔરંગા નદી રૌદ્ર બની
વલસાડ ખાતે ઔરંગા નદીમાં પુર બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા. વલસાડના છીપવાડ ખાતે આવેલી દુકાનોમાં પુરના પાણી ઘુસ્યા હતા. જે બાદ પાણી ઉતરતા દુકાનદારો દ્વારા દુકાનમાં સાફ સફાઈ શરૂ કરવામાં આવી હતી. પૂરના પાણી ઘૂસવાના કારણે સરકારી અનાજનો જથ્થો ખરાબ થઈ ગયો. ચારેતરફ રસ્તા ઉપર પણ તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે. રસ્તા ઉપર કાદવ અને કચરાનો ભરમાર જોવા મળ્યો. નગરપાલિકા વહેલી તકે સાફ-સફાઈ કરે તેવી માંગ ઉઠી છે.

  • મહીસાગર જિલ્લામાં બારે મેઘ ખાગા જાણે આભા ફાટ્યું..
  • સંતરામપુર તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 11 ઈંચ વરસાદ
  • લુણાવાડામાં 7 ઇંચ, કડાણામાં 7 ખાનપુર માં 6 વરસાદ..
  • સંતરામપુર તેમજ લુણાવાડા નગરના અનેક નીચાણવાળા વિસ્તારો માં પાણી ભરાયા..
  • ભારે વરસાદને લઈને અનેક રોડ પર ખાડા પડ્યા..
  • જીલા માં ભારે વરસાદ ને લઈ ધરતી પુત્રોમાં ખુશી..
  • વિરપુર, 4 ઇંચ બલસીનોર, 5 ઈંચ વરસાદ ખાબક્યો..
  • શામળાજી ગોધરા હાઇવે ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકો ને હાલાકી..
  • કેટલી ગાડીઓ પાણીમાં બંધ થતા ધક્કો મારી બહાર કઢાવી પડી..
  • હાઈવે પર પાણી ભરાતા ખાનપુર પોલીસ તેમજ ટ્રાફિક ખડે પગે રહી ટ્રાફિક નિયમન કર્યું..

તાપીમાં ઉકાઈ ડેમ ઓવરફ્લો
ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી સતત પાણીની આવક ને લઈ તાપી નદીમાં પાણી છોડવાની પ્રક્રિયામાં વધારો કરાયો છે. ઉકાઈ ડેમના 15 દરવાજા 10.05 ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. તાપી નદીમાં 2 લાખ 47 હજાર 261 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમની સપાટી 336.44 ફૂટ પર  પહોંચી છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી હાલ 2 લાખ 47 હજાર 261 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે. 

મુખ્યમંત્રીની પૂરની સ્થિતિ પર નજર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈ મોડી રાત્રે રાજ્યના વધુ ૭ જિલ્લા કલેકટરો સાથે ટેલીફોનીક વાતચીત કરીને તેમના જિલ્લાની વરસાદી  પરિસ્થિતીની  વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્ર વિસ્તારના મોરબી, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર  તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચ અને ડાંગના કલેક્ટરોનો સંપર્ક સાધીને તેમને વરસાદી સ્થિતી પર સતત નજર રાખીને લોકોની સલામતી પશુધન રક્ષણ વ્યવસ્થા તેમજ આપદા પ્રબંધન માટે સતર્ક રહેવા  સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય હવામાન વિભાગે આગામી સમયમાં રાજ્યમાં ભારે વરસાદની કરેલી આગાહી સંદર્ભે સજજ રહેવા પણ આ જિલ્લાઓના કલેક્ટરોને તાકિદ કરી હતી.

મોરબીના વાંકાનેરમાં 8 ઈંચ વરસાદ
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં છેલ્લી 26 કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ નોંદાયો. એક જ દિવસમાં ધોધમાર વરસાદ વરસી જતા સ્થાનિક જળાશયોમાં નવા નિરની આવક થઈ છે. વાંકાનેરના પંચાસીયા ગામ નજીક આવેલ રાણેકપર ચેકડેમ ઓવરફ્લો, ખડખડ વહેતા પાણીનો નજારો જોવા મળી રહ્યો છે. 

મહીસાગર જિલ્લામાં આભ ફાટ્યું
મહીસાગર જિલ્લામાં ચોથા દિવસે જાણે આભા ફાટ્યું હોય તેવી સ્થતિ જોવા મળી છે. રાત્રિ દરમીયાન સંતરામપુર તાલુકામાં 8 ઈંચ વરસાદ ખાબક્યો. સંતરામપુરની ચીબોટા અને સુખી નદી બે કાંઠે થઈ નવા નીરની આવક થતા નગરજનોમાં ખુશીનો માહોલ છે. લુણાવાડામાં 6 ઇંચ, કડાણામાં 6 ખાનપુરમાં 5 ઈંચ વરસાદ જોવા મળ્યો. સંતરામપુર તેમજ લુણાવાડા નગરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. લુણાવાડાના દરકોલી દરવાજા, હાટડીયા બજાર, માંડવી બજાર, અસ્થાના બજાર, સહિત વરધરી રોડ, સૈફી રોડ ઉપર પાણી ભરાયા છે. જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર થતા ધરતી પુત્રોમાં ખુશી છે. રાત્રી દરમીયાન વિરપુર, 4 ઇંચ બલસીનોર, 4 ઈંચ વરસાદ ખાબક્યો. 

કરજણ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું
ડેડીયાપાડા વિસ્તારમાં 6 ઇંચ વરસાદ ખાબકતા કરજણ ડેમમાં પાણી આવકે કરજણ ડેમના 5 દરવાજા ખોવામાં આવતા કરજણ નદી બે કાંઠે થઈ. નર્મદા જિલ્લામાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યો છે. ત્યારે પાંચેય તાલુકાઓમાં સાર્વત્રિક 5 ઇંચ વરસાદ પડ્યો, જેને પગલે કરજણ ડેમના ઉપરવાસમાંથી 1 લાખ ક્યુસેક પાણીની અવાક થઇ રહી છે. જેથી કરજણ ડેમની જળસપાટી 110.39 મીટરે પહોંચતા તેના રૂલ 109.83 મીટર કરતા લેવલ વધી ગયું એટલે પાણીની અવાક વધી ગઈ તેમતેમ પાણી છોડવાની ફરજ પડી હતી. કરજણ વિભાગ દ્વારા 5ગેટ 2.40 મીટરથી ઉંચા કરીને 70 હજાર ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ પાણી છોડાતા કરજણ નદી બે કાંઠે વહેતી થઈ .છે જોકે રાજપીપલા પાસે આવેલ કરજણ ઓવારે આ નદીનું રૉદ્ધ સ્વરૂપ જોવા મોટી સંખ્યા માં લોકો ઉમટી પડ્યા અને આ આહલાદક દ્રષ્યો જોઈ ખુશ થયા બીજી બાજુ આ કરજણ નદી ના પાણી કરજણ કાંઠે આવેલ ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા છે.

મોજ ડેમ ફરી ઓવરફ્લો
રાજકોટ જિલ્લાના ઉપલેટાના મોજીરા પાસે આવેલ મોજ ડેમ ફરી ઓવરફ્લો થયો. મોજ ડેમનો એક દરવાજો ત્રણ ફૂટ ખોલાયો છે, જ્યારે 883 પાણીની આવક સામે જાવક છે. મોજ ડેમ ઓવરફ્લો થતાં ગઢાળા પાસેનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. કોઝવે પાણીમાં ગરકાવ થતાં લોકો જીવના જોખમે કોઝવે પસાર કરી રહ્યા છે. જન્માષ્ટમીનો તહેવાર હોઈ કોઝવે પાણીમાં ગરકાવ થતાં ગ્રામજનો મુશ્કેલીમાં મૂકાયા છે. અનેકવાર તંત્રને રજુઆત કરવા છતાં કોઝવે ઉંચો બનાવવાની કાર્યવાહી ન કરાતા ગ્રામજનો જીવના જોખમે કરી પસાર રહ્યા છે. 

કીમ નદીનું જળસ્તર સ્થિર થયું
કીમ નદીનું જળસ્તર સ્થિર થતા લોકો માટે હાલ રાહતના સમાચાર આવ્યા છે. કીમ નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાય તેવા સંજોગમાં ત્રણ તાલુકા માટે આફત બની શકે છે. જોકે હાલ કીમ નદીનું જળસ્તર સ્થિર થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાના લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. 

નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ
ભારે વરસાદની સમગ્ર જિલ્લામાં માઠી અસર જોવા મળી. સાગબારા અને ડેડીયાપાડા તાલુકામાં 9 ઇંચ થી વધુ વરસાદ નોંધાયો. અંતરિયાળ ગામોમાં નાળા પરથી પાણી વહેતા થતા અનેક ગામો સંપર્ક વિહોણા અને નેટવર્ક વિહોણા થયા. ડેડીયાપાડા તાલુકાના વાઘઉંમર, પાનખલા, ઉપલી માથાસરને જોડતા મુખ્ય નાળાનું ધોવાણ થયું. નાળા પરથી નદીની જેમ પાણી વહેતુ થતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા. ગામમાં એક વ્યક્તિનું મૃત્યુ થતા મૃતદેહ લઈ જવા માટે મુશ્કેલી પડી. ગ્રામજનોએ જીવના જોખમે ધસમસતા પાણીના પ્રવાહમાંથી પસાર થઈ શબને સ્મશાને પહોચાડ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news