મોરબી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સજોડે આર્ય સમાજના યજ્ઞ કુંડમાં આહુતિ આપી

ગુજરાતના રાજ્યપાલ શનિવારે મોરબી જિલ્લાના ટંકારા ખાતે આર્ય સમાજમાં પહોંચ્યા હતા. ત્યાં તેમણે યજ્ઞ શાળામાં બેસીને યજ્ઞમાં આહુતિ પણ આપી હતી અને ટંકારા આર્ય સમાજના વિકાસ માટે તેઓએ ૧૧ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. દેશના મહાન પુરુષોમાંથી પ્રેરણા લઈને દરેક વ્યક્તિ શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે યોગદાન આપે તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી.
મોરબી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સજોડે આર્ય સમાજના યજ્ઞ કુંડમાં આહુતિ આપી

હિમાંશુ ભટ્ટ/મોરબી :ગુજરાતના રાજ્યપાલ શનિવારે મોરબી જિલ્લાના ટંકારા ખાતે આર્ય સમાજમાં પહોંચ્યા હતા. ત્યાં તેમણે યજ્ઞ શાળામાં બેસીને યજ્ઞમાં આહુતિ પણ આપી હતી અને ટંકારા આર્ય સમાજના વિકાસ માટે તેઓએ ૧૧ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. દેશના મહાન પુરુષોમાંથી પ્રેરણા લઈને દરેક વ્યક્તિ શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે યોગદાન આપે તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી.

ગુજરાતના રાજ્યપાલ તરીકેનો પદભાર સાંભળ્યા પછી આચાર્ય દેવવ્રત શનિવારે મોરબી જિલ્લામાં આવેલ સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મ ભૂમિ એટલે કે ટંકારા ખાતે સહપરિવાર પહોંચ્યા હતા. અહીં તેઓને સૌપ્રથમ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા સહિતના રાજકીય આગેવાનો તેમજ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ દ્વારા તેમને આવકારવામાં આવ્યા હતા. અહીં રાજ્યપાલ અને તેમના પત્નીએ ટંકારા આર્ય સમાજ ખાતે આવેલ યજ્ઞ શાળામાં બેસીને શાસ્ત્રોક્ત વિધિ સાથે યજ્ઞ કરીને યજ્ઞ કુંડમાં આહુતિ અર્પી હતી.

આ પ્રસંગે રાજ્યપાલે કહ્યું હતું કે, સ્વામી દયાનંદ સરસ્વતીજીની જન્મભૂમિમાં આવીને તેઓને આજે હું નમન કરું છું અને હું ખૂબ જ ધન્યતા અનુભવું છું. કેમ કે, દેશમાં વેદ ધર્મનો પ્રચાર કરવા માટે સ્વામીજીએ ખૂબ જ મહેનત અને પરિશ્રમ કર્યો હતો. આટલું જ નહી દેશની આઝાદી માટે અનેક યુવાનોને તૈયાર પણ કર્યા હતા. જેથી કરીને દેશના લોકોને અપીલ કરતા રાજ્યપાલે કહ્યું હતું કે, દેશના મહાન પુરુષોમાંથી પ્રેરણા લઈને દરેક વ્યક્તિ શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે યોગદાન આપે તે જરૂરી છે. અંતમાં તેઓએ દયાનંદ સરસ્વતીની જન્મ ભૂમિના વિકાસ માટે 11 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news