હૈદરાબાદ: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા જયપાલ રેડ્ડીનું નિધન

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયપાલ રેડ્ડીનું નિધન થયું છે. શનિવારે રાતે તેમની તબિયત બગડ્યા બાદ હૈદરાબાદના એઆઈજી હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યાં હતાં. હોસ્પિટલમાં તેમની હાલાત વધુ ખરાબ થયા બાદ તેમણે મોડી રાતે 2:30 કલાકે છેલ્લા શ્વાસ લીધા. કહેવાય છે કે છેલ્લા કેટલાક દિવસોથી તેઓ બીમાર હતાં. તેમની ઉંમર 77 વર્ષની હતી. 

હૈદરાબાદ: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા જયપાલ રેડ્ડીનું નિધન

નવી દિલ્હી: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયપાલ રેડ્ડીનું નિધન થયું છે. શનિવારે રાતે તેમની તબિયત બગડ્યા બાદ હૈદરાબાદના એઆઈજી હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યાં હતાં. હોસ્પિટલમાં તેમની હાલાત વધુ ખરાબ થયા બાદ તેમણે મોડી રાતે 2:30 કલાકે છેલ્લા શ્વાસ લીધા. કહેવાય છે કે છેલ્લા કેટલાક દિવસોથી તેઓ બીમાર હતાં. તેમની ઉંમર 77 વર્ષની હતી. 

જુઓ LIVE TV

કોંગ્રેસના નેતા જયપાલ રેડ્ડીનું નિધન 16 જાન્યુઆરી 1942ના રોજ હૈદરાબાદના મદગુલમાં થયો હતો. જે હવે તેલંગણા રાજ્યમાં આવે છે. તેમના લગ્ન 7મી મે 1960ના રોજ લક્ષ્મી સાથે થયા હતાં. તેમને બે પુત્ર અને એક પુત્રી છે. જયપાલ રેડ્ડી તેલુગુ રાજકારણમાં મહત્વના નેતા હતાં. તેઓ 4 વાર ધારાસભ્ય અને 5 વાર સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં. 

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના કાર્યકાળમાં તેમણે વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગનો કાર્યભાર સંભાળ્યો હતો. આ અગાઉ 1998માં પૂર્વ વડાપ્રધાન ઈન્દ્રકુમાર ગુજરાતની કેબિનેટમાં સૂચના અને પ્રસારણ મંત્રી રહી ચૂક્યા હતાં. ઈમરજન્સી દરમિયાન તેમણે કોંગ્રેસ છોડી દીધી હતી અને જનતા પાર્ટીમાં સામેલ થયા હતાં. 1999માં 21 વર્ષ બાદ તેમણે કોંગ્રેસમાં વાપસી કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news