રાત્રિ કરફ્યૂ લંબાવવુ કે લોકડાઉન લગાવવું? આજે સાંજે ગુજરાત સરકારે લેશે નિર્ણય

રાત્રિ કરફ્યૂ લંબાવવુ કે લોકડાઉન લગાવવું? આજે સાંજે ગુજરાત સરકારે લેશે નિર્ણય
  • મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે જુનાગઢમાં સ્થિતિનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી
  • મુખ્યમંત્રીએ કહ્યું કે, કેસ ઘટી રહ્યાં છે. તેથી તંત્રને રાહત મળી છે સાથે જ લોકોને પણ રાહત થઈ રહી છે. છતા અતિવિશ્વાસમાં રહેવું ન જોઈએ

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં કોરોનાની ચેઈનને તોડવા લગાવાયેલા નિયંત્રણો પર આજે સાંજે નિર્ણય લેવાશે. રાજયના 29 શહેરોમાં કફર્યૂની મર્યાદા પુર્ણ થઇ રહી છે, ત્યારે આજે સાંજે મળનારી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે કે રાત્રિ કરફ્યૂની મુદત વધારાશે કે નહિ. ત્યારે રાત્રિ કરફ્યૂ (night curfew) કે લોકડાઉન (lockdown) બંનેની ચર્ચાઓ પર પૂર્ણવિરામ લાગશે. આજે સાંજે ગુજરાત સરકાર જાહેરાત કરશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે જુનાગઢમાં સ્થિતિનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેના બાદ કલેક્ટર કચેરી ખાતે
સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે મેયર, જિલ્લા કલેક્ટર, કમિશનર, આરોગ્ય અધિકારી સહિત સાથે કોવિડ 19 ની પરિસ્થિતિ સમીક્ષા કરી હતી. ત્યારે તેમણે મીડિયા સંબોધનમાં કહ્યું હતું કે, છેલ્લાં પાંચ સાત દિવસથી કેસ ઓછા આવી રહ્યાં છે. અગાઉ રોજ દોઢ હજાર જેટલા કેસ આવી રહ્યા હતા. પરંતુ હવે કેસ ઘટી રહ્યાં છે. તેથી તંત્રને રાહત મળી છે સાથે જ લોકોને પણ રાહત થઈ રહી છે. છતા અતિવિશ્વાસમાં રહેવું ન જોઈએ. 15 મી મેએ કોરોનાનો મોટો પિક આવશે તેની વ્યવસ્થા અમે કરી રહ્યાં છીએ. તેથી આજે સાંજે કોર ગ્રૂપની મીટિંગમાં પરિસ્થિતિ વિશે માહિતી મેળવીને નિર્ણય કરીશું. 5 તારીખનું કફ્યૂનો નોટિફિકેશન વિશે પણ ચર્ચા કરીશું. 

મુખ્યમંત્રી રૂપાણીએ હોસ્પિટલ કેમ્પસમાં દર્દીઓના સંબંઘીઓને રૂબરૂ મળી ખબર-અંતર પૂછીને તેમના દુઃખમાં સહભાગી થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. આ તકે મુખ્‍યમંત્રી રૂપાણીએ તેમના સ્વજનો જલ્દીથી સાજા થઇ ઘરે જશે તેવી હૈયાઘારણા આપીને રાજય સરકાર તમામ મદદ કરશે તેવી ખાત્રી આપી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news