Bangal પહોંચી નડ્ડા બોલ્યા- ચૂંટણી બાદ આવી હિંસાથી ચિંતા, ભારતના વિભાજન સમયે સાંભળી હતી આવી ઘટનાઓ
બંગાળ હિંસા બાદ પ્રથમવાર રાજ્યના બે દિવસીય પ્રવાસે પહોંચેલા ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યુ- પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામ બાદ જે ઘટનાઓ જોઈ તેણે અમને દુખી અને હેરાન કર્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં હિંસા અને આગજનીમાં માર્યા ગયેલા ભાજપના કાર્યકર્તાઓ અને સમર્થકોના પરિવારજનોની મુલાકાત માટે મંગળવારે કોલકત્તા પહોંચેલા ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યુ કે, ચૂંટણીમાં શાનદાર જીતની સાથે વાપસી કરનારી રાજ્યની સત્તાધારી ટીએમસીએ જોરદાર હુમલો કર્યો. તેમણે કહ્યું કે, આઝાદ ભારતમાં ચૂંટણી પરિણામ બાદ તેમણે પહેલા ક્યારેય આવી અસહિષ્ણુતા જોઈ નથી. તેમણે કહ્યું કે, તેનો મુકાબલો લોકતાંત્રિક રીતે કરીશું.
ઘટનાથી દુખી
બંગાળ હિંસા બાદ પ્રથમવાર રાજ્યના બે દિવસીય પ્રવાસે પહોંચેલા ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યુ- પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામ બાદ જે ઘટનાઓ જોઈ તેણે અમને દુખી અને હેરાન કર્યા છે. મેં આવી ઘટનાઓ વિશે ભારતના ભાગલા સમયે સાંભળી હતી. અમે સ્વતંત્ર ભારતમાં ચૂંટણી પરિણામ બાદ ક્યારેય આવી અસહિષ્ણુતા જોઈ નથી.
લોકતાંત્રિત રીતે લડાઈ માટે તૈયાર
ભાજપ અધ્યક્ષે બંગાળ હિંસાને લઈને આગળ કહ્યું- અમે આ વિચારધારાની લડાઈ અને ટીએમસીની ગતિવિધિઓ જે અસહિષ્ણુતાથી ભરેલી છે, તેની વિરુદ્ધ લડવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે લોકતાંત્રિક રીતે લડવા માટે તૈયાર છીએ. હું જ્યારે સાઉથ 24 પરગના જઈશ અને ચૂંટણી પરિણામ આવ્યાની કલાકોની અંદર માર્યા ગયેલા કાર્યકર્તાઓના ઘરનો પ્રવાસ કરીશ.
The incidents which we saw after the results of #WestBengalPoll shock us & make us worried. I had heard of such incidents during India's partition. We had never seen such intolerance after the results of a poll, in independent India: BJP national president JP Nadda, in Kolkata pic.twitter.com/92psHn1bja
— ANI (@ANI) May 4, 2021
બંગાળ હિંસા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી
પશ્ચિમ બંગાળ (West Bengal) માં ચૂંટણી પરિણામ બાદ થયેલી વ્યાપક હિંસાનો મામલો સુપ્રીમ કોર્ટ (Supreme Court) પહોંચી ગયો છે. અનેક જગ્યાએ હિંસાને લઈને સુપ્રીમ કોર્ટમાં જનહિત અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં કોર્ટ પાસે હિંસક ઘટનાઓની સીબીઆઈ તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે.
ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ સર્વોચ્ચ ન્યાયાલયમાં દાખલ પોતાની અરજીમા કહ્યુ કે, બંગાળની હિંસા દરમિયાન મહિલાઓ સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે. ભાજપના કાર્યકર્તાઓ પર હુમલો કરવામાં આવ્યો અને તેને મારી નાખવામાં આવ્યા. તેથી કોર્ટે આ મામલામાં દખલ આપતા નિષ્પક્ષ તપાસના આદેશ આપવા જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે