ગુજરાતમાં પૂર જેવા વરસાદમાં આર્મીની એન્ટ્રી, આ ચાર જિલ્લામાં મોકલાશે ટીમ

Gujarat Flood : રાજ્યમાં મેઘરાજા નથી લઈ રહ્યા અટકવાનું નામ... સવારે પણ 170 તાલુકામાં વરસાદ... રાજકોટના લોધિકામાં વરસ્યો 4 ઈંચ.. તો ભારે વરસાદથી પાણી પાણી થયું રાજકોટ... 

ગુજરાતમાં પૂર જેવા વરસાદમાં આર્મીની એન્ટ્રી, આ ચાર જિલ્લામાં મોકલાશે ટીમ

gujarat government action on flood situation : રાજ્યભરમાં હાલ વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે હવે સરકાર એક્શન મોડ પર આવી છએ. રાજ્યમા ભારે વરસાદની સ્થિતિને જોતા ચાર ઝોન આર્મીની ટીમો મોકલાશે. પ્રભારી સચિવો તેમના જીલ્લામા પહોંચવાની સુચના આપવામા આવી. રાજ્ય સરકાર ભારે વરસાદને પગલે એકશન મોડમાં આવી ગઈ છે. આર્મીની અન્ય ટીમો સ્ટેન્ડ બાય રાખવમા પણ આવી છે. સાંજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં  સમીક્ષા બેઠક મળશે. Seoc ખાતે મળનારી બેઠકમાં કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્ય સરકારની એજન્સીઓ સાથે મુખ્યમંત્રી ચર્ચા કરશે. જેમાં એન ડી આર એફ, amry, નેવી એરફોર્સ ના અધિકારીઓ પણ હાજર રહેશે.

ગુજરાતના 433 રસ્તાઓ બંધ
રાજ્યભરમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદને પગલે એસ.ટી બસ પરિવહનને માઠી અસર પડી છે. વરસાદને લઈ રાજ્યભરના 433 રૂટ બંધ હાલતમાં છે. છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, આણંદ, ખેડાનાં રૂટ ઉપર માઠી અસર થઈ છે. રાજ્યમાં 433 રૂટ બંધ કરતા 2081 ટ્રીપ કેન્સલ થઈ છે. કુલ 14512 રૂટ પૈકી 433 રૂટ બંધ  તેમજ 40515 ટ્રીપ પૈકી 2081 ટ્રીપ બંધ છે. 

  • રાજ્ય ભારે વરસાદના કારણે રોસ રસ્તાઓ બંધ 
  • ભારે વરસાદના કારણે રાજ્યમાં 636 રસ્તાઓ બંધ
  • રાજ્યમાં સ્ટેટ હાઇવે 34 હાઇવે બંધ

જેમાં ખેડા 6, આણંદ 2, કચ્છ 1,બરોડા,6, નર્મદા 1, પચમહાલ 4, ભરૂચ 2, દાહોદ 2, સુરત 1,  વલસાડ 1, રાજકોટ 1, મોરબી 4, સુરેન્દ્રનગર 3 રસ્તા બંધ છે. રાજ્યમાં અન્ય માર્ગો કુલ  44 બંધ છે. જેમાં ખેડા 10, આણંદ 5, અવવલ્લી 3,ગાંધીનગર1, કચ્છ 2, બરોડા 2, છોટા ઉદેપુર 1, પચમહાલ 3, દાહોદ 5, નવસારી 1, વલસાડ 2, રાજકોટ 2 અને મોરબી 2, સુરેન્દ્રનગર 5 રસ્તા બંધ છે. 

રાજ્યમાં પંચાયતના કુલ 557 માર્ગો બંધ છે
અમદાવાદ 1, ખેડા 31, આણંદ 5,  સાબરકાંઠા 1, અરવલ્લી 12, બનાસકાંઠા 3,કચ્છ 22, બરોડા 37, છોટા ઉદેપુર 38, નર્મદા 9, પચમહાલ 17, ભરૂચ 7, મહીસાગર 24, દાહોદ 46, સુરત 33, તાપી 65,નવસારી 62, વલસાડ 70, ડાંગ 5, રાજકોટ17,મોરબી 10, જામનગર 11, દ્રારકા  1, સુરેન્દ્રનગર 16, ભાવનગર 3, અરમેલી 1,જૂનાગઢ 4, પોરબંદર 6 રસ્તા બંધ છે. 

રાજ્યમાં એક નેશનલ હાઇવેને પણ વરસાદ ના કારણે બંધ કરવામાં આવ્યો છે છોટા ઉદેપુર 1 માર્ગ નેશનલ હાઇવે બંધ છે.

હર્ષ સંઘવીએ કાર્યક્રમ રદ કર્યો
રાજ્યમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વરસાદના કારણે લોકો હેરાન ન થાય એટલા માટે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ મહત્વનો નિર્ણય કર્યો. માર્ગ અને વાહન વ્યવહાર નિગમના આશ્રિતોને નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ રદ કરાયો છે. ગાંધીનગર ટાઉન હોલ ખાતે આજે 3 વાગ્યે કાર્યક્રમ આયોજિત કરાયો હતો. બહાર ગામથી જે લોકો ગાંધીનગર આવી ગયા હશે તે લોકો નિમણૂંક પત્ર કાર્યક્રમ વગર જ સોંપી દેવાશે. બહાર ગામથી જે લોકો આવી નથી તે લોકોને ન આવવા માટે અપીલ કરાઈ છે. વરસાદમાં હેરાન ન થાય એટલા માટે નિર્ણય લેવાયો. જેમને નિમણૂંક પત્ર આપવાના બાકી રહેશે તેઓને સામાન્ય સ્થિતિ વખતે ગમે ત્યારે આવશે ત્યારે વાહન વ્યવહાર વિભાગ દ્વારા નિમણૂંક પત્ર અપાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news