આંટી ઘૂંટીમાં ફસાયા વિના સરળ ભાષામાં સમજો, ગુજરાત સરકારે ખેડૂતો માટે શું લીધો મોટો નિર્ણય?

ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે મોટી નિર્ણય લીધો છે. ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓ માટે ડિજીટાઈઝેશન અને પારદર્શી ઓનલાઈન પ્રક્રિયાને વેગ આપતા મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે.

1/7
image

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના સફળ ત્રણ વર્ષ પૂર્ણ કરીને ચોથા વર્ષમાં પ્રવેશના પ્રથમ દિવસે જ રાજ્યના ખેડૂતોના વ્યાપક હિતમાં કરેલા આ કલ્યાણકારી નિર્ણયોના પરિણામે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વધુ લોકોપયોગી બનાવી શકાશે.

2/7
image

ખેતીની જમીનના વેચાણની નોંધ દાખલ કરવા તેમજ પ્રમાણિત કરવાની કાર્યવાહી વધુ સરળ બને તે માટે રાજ્ય સરકારે ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓમાં વેચાણ નોંધ હક્કપત્રકમાં દાખલ કરતી વખતે વેચાણ લેનાર ખેડૂત ખાતેદાર પાસેથી 1951-52થી ખેડૂત હોવા અંગે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવાની પ્રથા રાજ્યમાં અમલમાં છે.

3/7
image

અત્યાર સુધી ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓમાં હક્કપત્રકમાં વેચાણ નોંધ દાખલ કરવાની હોય ત્યારે ખેડૂત ખાતેદાર પાસેથી 1951-52 થી ખેડૂત હોવા અંગે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવામાં આવતો હતો. પરંતુ, વિવિધ કારણોસર આ પુરાવાઓ અપ્રાપ્ય હોવાના કારણે વેચાણ નોંધો તેમજ બિનખેતી અરજીઓ નામંજૂર કરવામાં આવે તેમ બનતું હતું.

4/7
image

પરંતુ, હવે રાજ્ય સરકારે ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેના નિર્ણયમાં ખેડૂત ખરાઈની ચકાસણીમાં તા. 6 એપ્રિલ 1995 પછીના રેકર્ડને જ ધ્યાનમાં લેવાનો નિર્ણય કર્યો છે.

5/7
image

આવી ખરાઈ કરતી વખતે 6 એપ્રિલ 1995 પહેલાંના સમયે ધારણ કરેલી કોઈ જમીનના કિસ્સામાં અરજદાર જમીન મૂળથી કેવી રીતે ધારણ કરે છે તેની ચકાસણી કરવાની બાબતો ખેતીની જમીનની હવે પછી વેચાણની નોંધ મંજૂર કરવાના તબક્કે લાગુ પડશે નહીં.

6/7
image

જે જમીનો મૂળથી જૂની શરતની હોય તથા ખેતીથી ખેતીના હેતુ માટે જૂની શરત થયેલ હોય, પરંતુ બિનખેતી માટે પ્રિમિયમને પાત્ર હોય - તેવી જમીનો માટે જ્યારે બિનખેતી માટેની અરજી આવે, ત્યારે માત્ર ખેડૂત ખરાઈના હેતુસર 6 એપ્રિલ 1995 પછીનું જ રેકર્ડ ધ્યાને લેવાનું રહેશે.

7/7
image

હાલ જે કેસોમાં ખેડૂત ખાતેદારના દરજ્જા બાબતે લીટીગેશન કે તપાસ પડતર છે, તેવા કિસ્સાઓમાં આ જોગવાઈઓ લાગુ પડશે નહિ.