દિવાળી પહેલા સરકારની મોટી ભેટ: પેટ્રોલમાં 12 અને ડીઝલમાં 17 રૂપિયાનો ઘટાડો

દિવાળીની આગલી રાત્રે કેન્દ્ર સરકારે દેશવાસીઓને મોટી ભેટ આપી હતી. સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવના કારણે સામાન્ય નાગરિક પરેશાન હતો. તહેવારોની મજા પણ ફિક્કી પડી હતી. જો કે નાગરિકોને દિવાળીની ભેટ આપતા કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. પેટ્રોલ પર પાંચ જ્યારે ડીઝલમાં 10ના ઘટાડાની જાહેરાત કરી હતી. 

દિવાળી પહેલા સરકારની મોટી ભેટ: પેટ્રોલમાં 12 અને ડીઝલમાં 17 રૂપિયાનો ઘટાડો

અમદાવાદ : દિવાળીની આગલી રાત્રે કેન્દ્ર સરકારે દેશવાસીઓને મોટી ભેટ આપી હતી. સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવના કારણે સામાન્ય નાગરિક પરેશાન હતો. તહેવારોની મજા પણ ફિક્કી પડી હતી. જો કે નાગરિકોને દિવાળીની ભેટ આપતા કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. પેટ્રોલ પર પાંચ જ્યારે ડીઝલમાં 10ના ઘટાડાની જાહેરાત કરી હતી. 

આ નિર્ણયને વધાવી લેતા ગુજરાત સરકારને પણ નાગરિકોની સુખાકારી માટે પેટ્રોલ અને ડીઝલ બંન્નેની કિંમતમાં 7-7 રૂપિયાના ઘટાડાની જાહેરાત કરી છે. ગુજરાત સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી ગુજરાતમાં હવે પેટ્રોલમાં 12 રૂપિયાનો ઘટાડો થશે જ્યારે ડીઝલમાં 17 રૂપિયાનો ઘટાડો થશે. જેથી દિવાળી અગાઉ કેન્દ્ર અને રાજ્ય સરકારે નાગરિકોને મોટી ભેટ આપી હતી. 

આવતીકાલથી પેટ્રોલ પર 5 રૂપિયા જ્યારે ડીઝલ પર 10 રૂપિયા એકસાઇઝ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરવામાં આવી છે. હાલ અમદાવાદમાં 1 લીટર પેટ્રોલનો ભાવ 106 રૂપિયા 65 પૈસા છે. જેમાં કાલે 12 રૂપિયા ઘટતાં 94.65 ભાવ થશે. અમદાવાદમાં 1 લીટર ડિઝલનો ભાવ હાલ 106 રૂપિયા 10 પૈસા છે, જે કાલે 17 રૂપિયા ઘટતાં 89 રૂપિયા 10 પૈસા થશે.

કેન્દ્ર સરકારે એકસાઇઝ ડ્યુટીમાં કરેલા ઘટાડા અંગે ઝી 24 કલાક સાથે વાત કરતા શહેરીજનોએ ખુશી વ્યક્ત કરી હતી. પેટ્રોલમાં 12 રૂપિયા અને ડીઝલમાં 17 રૂપિયા ઘટાડવાના નિર્ણયને શહેરીજનોએ આવકર્યો હતો. નાગરિકોએ સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. નાગરિકોમાં ભારે ખુશી જોવા મળી હતી. શહેરીજનોએ કહ્યું કે રાજ્ય સરકાર પણ થોડો પોતાનો હિસ્સો ઘટાડે તો વધુ રાહત થાય તેમ છે. જો કે દિવાળીના આગલા દિવસે કેન્દ્ર સરકારે કરેલો નિર્ણય આવકારદાયક છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news