'આ લોકો ફક્ત જૂઠાણા ફેલાવે છે, તેમના વાયદાઓને જનતા નહીં સ્વીકારે': બી. એલ. વર્મા

Gujarat Election 2022: કેન્દ્રિયમંત્રી બી.એલ.વર્માએ અરવિંદ કેજરીવાલને જૂઠ્ઠાઓના સરદાર કહ્યા છે. તેમણે કહ્યું આ લોકો ફક્ત જૂઠાણા ફેલાવે છે. તેમના વાયદાઓને જનતા સ્વીકારશે નહીં.

'આ લોકો ફક્ત જૂઠાણા ફેલાવે છે, તેમના વાયદાઓને જનતા નહીં સ્વીકારે': બી. એલ. વર્મા

નચિકેત મહેતા/ખેડા: ચૂંટણીના વર્ષમાં કેન્દ્રિયમંત્રીઓથી લઈને પીએમ મોદી સુધીના નેતાઓના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે. ત્યારે મહેમદાવાદ શહેરની ડીએ ડીગ્રી કોલેજમાં ભાજપનો યુવા સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. સહકારીતા મંત્રાલયના મંત્રી બી.એલ વર્માની ખાસ ઉપસ્થિતિમા આ કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં કેન્દ્રિયમંત્રી બી.એલ.વર્માએ નામ લીધા વગર આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા હતા.

કેન્દ્રિયમંત્રી બી.એલ.વર્માએ અરવિંદ કેજરીવાલને જૂઠ્ઠાઓના સરદાર કહ્યા છે. તેમણે કહ્યું આ લોકો ફક્ત જૂઠાણા ફેલાવે છે. તેમના વાયદાઓને જનતા સ્વીકારશે નહીં. આ સિવાય તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતમા કોઈ બીજી, ત્રીજી, ચોથી પાર્ટીનુ કોઈ કામ નથી. યુપીમાં પણ આજ પાર્ટીએ ગેરંટી કાર્ડ આપ્યા હતા. પરંતુ યુપીની જનતાએ આપના એક પણ ઉમેદવારને જીતાડ્યો નથી. આ વર્ષે ચૂંટણીમાં ભાજપ 150 ને પાર સીટ લાવશે. કાર્યકરતાઓમાં એક અલગ જ જુસ્સો છે.

આ કાર્યક્રમ કેબિનેટમંત્રી અને મહેમદાવાદ વિધાનસભાના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. ત્યારે બી.એલ.વર્માએ કહ્યું કે, ભાજપ 150થી વધુ સીટો જીતી પ્રચંડ બહુમત સાથે ગુજરાતમાં સરકાર બનાવશે. કાર્યક્રમમાં ખેડા જિલ્લા ભાજપ સંગઠનના હોદેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. યુવા સંમેલન કાર્યક્રમમાં મહેમદાવાદ શહેર અને તાલુકા ભાજપ સંગઠનના હોદેદારો સાથે વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news