Gujarat Election 2022: જયનારાયણ વ્યાસની જીભ લપસી, 'અટલ, અડવાણીની આ કોંગ્રેસ નથી, પછી બોલ્યા બીજી પાર્ટીઓમાં કોઈ ફરક નથી એટલે કોંગ્રેસ છોડી'

Gujarat Election 2022: ભાજપના પૂર્વ અને હાલ કોંગ્રેસમાં જયનારાયણ વ્યાસ તાજેતરમાં જ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે. ત્યારે કોંગ્રેસ માટે પ્રચાર કરતા સમયે તેમની જીભ લપસી હતી. સિદ્ધપુરમાં કોંગ્રેસ ઉમેદવારના સમર્થનમાં સભા યોજી હતી.

Gujarat Election 2022: જયનારાયણ વ્યાસની જીભ લપસી, 'અટલ, અડવાણીની આ કોંગ્રેસ નથી, પછી બોલ્યા બીજી પાર્ટીઓમાં કોઈ ફરક નથી એટલે કોંગ્રેસ છોડી'

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીમાં મોટાભાગના ઉમેદવારોએ બોલવામાં મર્યાદા વટાવી છે. કેટલાકે આખી ચૂંટણી વિવાદિત નિવેદનો આપ્યા છે, ત્યારે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા જયનારાયણ વ્યાસની જીભ લપસી હતી. તેમણે સિદ્ધપુરમાં કોંગ્રેસ ઉમેદવારના સમર્થનમાં યોજાયેલી સભામાં પહેલા બોલ્યા- અટલ, અડવાણીની આ કોંગ્રેસ નથી, પછી કહ્યું- બીજી પાર્ટીઓમાં કોઈ ફરક નથી એટલે કોંગ્રેસ છોડી... આ પ્રકારના નિવેદનથી ખળભળાટ મચી જવા પામ્યો છે. 

જયનારાયણ વ્યાસની જીભ લપસી
ભાજપના પૂર્વ અને હાલ કોંગ્રેસમાં જયનારાયણ વ્યાસે સિદ્ધપુરમાં કોંગ્રેસ ઉમેદવારના સમર્થનમાં સભા યોજી હતી. જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, અટલ - અડવાણી - મોરલી મનોહર જોશી યા ઉનલોગો કી કોંગ્રેસ નહિ હૈ... બાદમાં ભાજપા નહિ હૈ...અબકી ભાજપા 2000 કે બાદ એક નવો અવતાર ધારણ કર્યો છે. ઉસમેં ઓર પાર્ટીઓ મેં કોઈ ફર્ક નહિ હે ઉસલિયે મેં કોંગ્રેસ છોડી. બાદમાં તેમણે ભૂલ સુધારી હતી અને બોલ્યા એટલે મેં ભાજપ છોડી અને કોંગ્રેસમાં જોડાયો.

ભાજપના પૂર્વ અને હાલ કોંગ્રેસમાં જયનારાયણ વ્યાસ તાજેતરમાં જ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે. ત્યારે કોંગ્રેસ માટે પ્રચાર કરતા સમયે તેમની જીભ લપસી હતી. સિદ્ધપુરમાં કોંગ્રેસ ઉમેદવારના સમર્થનમાં સભા યોજી હતી. જેમાં જયનારાયણ વ્યાસ ‘અટલ, અડવાણીની આ કોંગ્રેસ નથી’ તેવુ બોલ્યા હતા. વર્ષોથી ભાજપનો સાથ આપનાર જયનારાયણ વ્યાસ આદતવશ ભૂલ કરી બેસ્યા હતા. 

જો કે બાદમાં તરજ જ કહ્યું હતું કે, 'અટલ-અડવાણીની ભાજપ નથી. બીજી પાર્ટીઓમાં કોઈ ફરક નથી એટલે કોંગ્રેસ છોડી. હું ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયો. આમ, એક સમયના ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસે ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ભાજપે 2000 પછી નવો અવતાર ધારણ કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news