વિધાનસભાની વાતઃ કડીમાં આ વખતે કોણ કરશે કમાલ? શું પુનરાવર્તન થશે કે છે પરિવર્તનના એંધાણ?
Gujarat Assembly Election 2022/વિધાનસભાની વાતઃ મહેસાણા જિલ્લાની કડી વિધાનસભા બેઠકના જાતિગત આંકડાની વાત કરીએ તો અહીંયા 26.7 ટકા પાટીદાર, 21.8 ટકા ઠાકોર, 2.8 ટકા રાજપૂત, 3.2 ટકા સવર્ણ, 9.6 ટકા મુસ્લિમ, 16.1 ટકા ઓબીસી અને એસસી 19.4 ટકા છે. આ બેઠક પર પાટીદાર અને ઠાકોર મતદારોનો દબદબો છે.
Trending Photos
Gujarat Assembly Election 2022/વિધાનસભાની વાતઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે જોરશોરથી પ્રચાર-પ્રસાર ચાલી રહ્યો છે. આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી આ વખતે ચૂંટણી રસપ્રદ બનશે તે નક્કી છે. ભરશિયાળે ફૂલગુલાબી ઠંડીની વચ્ચે રાજકીય ગરમી વધી રહી છે. તેની વચ્ચે અમે તમને બતાવીશું મહેસાણા જિલ્લાની કડી બેઠકનું રાજકીય સમીકરણ.
બેઠક પર મતદારો:
કડી બેઠક પર કુલ 2 લાખ 41 હજાર 285 મતદારો છે. જેમાં 1 લાખ 25 હજાર 791 પુરુષ મતદારો છે. અને 1 લાખ 15 હજાર 488 મહિલા મતદારો છે.
બેઠક પર જાતિગત સમીકરણ:
મહેસાણા જિલ્લાની કડી વિધાનસભા બેઠકના જાતિગત આંકડાની વાત કરીએ તો અહીંયા 26.7 ટકા પાટીદાર, 21.8 ટકા ઠાકોર, 2.8 ટકા રાજપૂત, 3.2 ટકા સવર્ણ, 9.6 ટકા મુસ્લિમ, 16.1 ટકા ઓબીસી અને એસસી 19.4 ટકા છે. આ બેઠક પર પાટીદાર અને ઠાકોર મતદારોનો દબદબો છે.
કડી બેઠકનો ટ્રેક રેકોર્ડ:
વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ
1962 નટવરલાલ પટેલ કોંગ્રેસ
1967 પી એન પરમાર સ્વતંત્ર
1972 ગોવિંદભાઇ પરમાર કોંગ્રેસ
1975 પ્રહલાદ પટેલ બીજેએસ
1980 કરસન ઠાકોર કોંગ્રેસ
1985 કરસન ઠાકોર કોંગ્રેસ
1990 નીતિનકુમાર પટેલ ભાજપ
1995 નીતિનકુમાર પટેલ ભાજપ
1998 નીતિનકુમાર પટેલ ભાજપ
2002 બલદેવજી ઠાકોર કોંગ્રેસ
2007 નિતીનકુમાર પટેલ ભાજપ
2012 રમેશભાઇ ચાવડા કોંગ્રેસ
2017 કરસનભાઇ સોલંકી ભાજપ
બેઠકનું રાજકીય સમીકરણ:
કડી વિધાનસભા બેઠક પર 1975માં ભારતીય જનસંઘે જીત હાંસલ કરી હતી. નીતિન પટેલે અહીંયાથી 1990, 1995, 1998 અને 2007માં જીત હાંસલ કરી હતી. ત્યારબાદ આ બેઠક એસસી વર્ગ માટે અનામત કરી દેવામાં આવી. વર્ષ 2002 પછી ચૂંટણીની વાત કરીએ તો એક વખત બીજેપી અને એક વખત કોંગ્રેસે જીત હાંસલ કરી છે. મહેસાણા જિલ્લાની કડી બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. પરંતુ છેલ્લી કેટલીક ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસે એક-એક જીત હાંસલ કરી છે. આગામી વિધાનસભાની ચૂંટણીને જોતાં અહીંયા રાજકીય ગરમાવો વધી ગયો છે.
2017નું પરિણામ:
2017માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના પૂંજાભાઈ સોલંકીએ 96 હજાર 651 મત મેળવ્યા હતા. તેમણે કોંગ્રેસના ઉમેદવારને 7746 મતથી પરાજય આપ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે