Vi લાવ્યું ધમાકેદાર નાનું Wifi, એકસાથે 10 ડિવાઇસ થઇ જશે કનેક્ટ અને મળશે તાબડતોડ ઇન્ટરનેટ સ્પીડ
Portble Wifi: જો તમારા ઘરમાં wifi લાગેલું છે તો સ્પષ્ટ વાત એ છે કે તમે તેને ફક્ત ત્યાં સુધી ઉપયોગ કરી શકો છો જ્યાં સુધી ઘરમાં રહો, જોકે બહાર જતાં તમારે ખૂબ સમસ્યા થાય છે. આ સમયાને જોતાં Vi એવું પોર્ટેબલ Wifi ઓફર કરે છે જેને તમે ગમે ત્યાં લઇ જઇ શકો છો.
Trending Photos
Portable Internet Router: જો તમે ઓફિસનું કામ ઘરે અથવા પછી મુસાફરી દરમિયાન લેપટોપ પર કરો છો તો સ્પષ્ટ છે છે કે તમારે ઇન્ટરનેટ કનેક્શનની જરૂર પડશે જ કારણ કે લેપટોપ પર ઇન્ટરનેટ વિના તમે કામ કરી શકતા નથી. એવામાં મોબાઇલ વડે કનેક્ટ કરીને ઇન્ટરનેટનો ઉપયોગ કરવો મુશ્કેલ છે. અને તેની સ્પીડ પણ સારી હોતી નથી. જો તમે મુસાફરી દરમિયાન લેપટોપ પર કામ કરતા રહો છો તો આજે અમે તમારા માટે પોર્ટેબલ વાઇફાઇ લઇને આવ્યા છીએ અને જે એક એકસાથે 10 ડિવાઇસ કનેક્ટ કરવામાં સક્ષમ છે અને તેની સ્પીડ એટલી જોરદાર છે કે તમે વિશ્વાસ કરી શકશો નહી.
કયું છે આ Wifi ડિવાઇસ
જે વાઇફાઇ ડિવાઇસ વિશે અમે વાત કરી રહ્યા છીએ તે Vi તરફથી ઓફર કરવામાં આવે છે. આ ડિવાઇસની સાઇઝ એટલી નાની હોય છે કે તમે તેને સાથે ગમે ત્યાં લઇને ટ્રાવેલ કરી શકો છો. તેના લીધે તમે રસ્તામાં, ઘરે અથવા પછી કોઇ રેસ્ટોરેન્ટમાં પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો તે પણ હાઇસ્પીડમાં.
શું છે ખાસિયત અને કેટલી છે તેની કિંમત
જો વાત કરીએ ખાસિયતની તો આ ડિવાઇસનું નામ કંપનીએ Vi MiFi - portable WiFi router રાખ્યું છે. આ આકારમાં નાનું ડિવાઇસ છે જે સરળતાથી તમારા પોકેટમાં ફિટ થઇ જાય છે. તેને ઉપયોગ કરવા માટે પાવર સોર્સની જરૂર પડતી નથી કારણ કે તેમાં એક ઇનબિલ્ટ બેટરી લાગેલી હોય છે જેના લીધે 10 ડિવાઇસોને એકસાથે કનેક્ટ કરીને 6 કલાક સુધી ઇન્ટરનેટ પ્રોવાઇડ કરી શકે છે. આ ડિવાઇસ સાથે ગ્રાહકોએન 1 વર્ષ વોરન્ટી મળે છે. જો તમે તેને ખરીદવા માંગો છો તો તમને જણાવી દઇએ કે તેની કિંમત 2000 રૂપિયા છે જે વન ટાઇમ ડિવાઇસ કોસ્ટ અને ત્યારબાદ તમારે ફક્ત પ્લાન માટે જ પૈસા ખર્ચ કરવા પડશે.
આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો: Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે