Gujarat Election 2022: કોંગ્રેસે વધુ 37 ઉમેદવારો કર્યાં જાહેર, શંકરસિંહ વાઘેલાના પુત્રને આપી ટિકિટ
Gujarat Assembly Election 2022 Congress Candidates list: ગુજરાત કોંગ્રેસે બીજા તબક્કાના 37 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. એટલે કે હવે કોંગ્રેસે ગુજરાત ચૂંટણી માટે પોતાના તમામ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.
Trending Photos
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી (Gujarat Election 2022) માટે પોતાના ઉમેદવારોની નવી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં કુલ 37 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. એટલે કે કોંગ્રેસે પોતાના તમામ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે 182 વિધાનસભા સીટમાંથી કુલ 179 સીટો પર ઉમેદવારો જાહેર કર્યાં છે, જ્યારે ત્રણ સીટ પર તેનું એનસીપી સાથે ગઠબંધન છે.
કોંગ્રેસે આજે જાહેર કરેલા ઉમેદવાર
પાલનપુર- મહેશ પટેલ
દિયોદર- શિવાભાઈ ભૂરિયા
કાંકરે-- અમૃતભાઈ ઠાકોર
ઊંઝા- અરવિંદ પટેલ
વિસનગર- કિરિટ પટેલટ
બેચરાજી- ભોપાજી ઠાકોર
મહેસાણા- પીકે પટેલ
ભિલોડા- રાજુ પારઘી
બાયડ- મહેન્દ્ર સિંહ વાઘેલા
પ્રાંતિજ- બહેચરસિંહ રાઠોડ
દહેગામ- વખતસિંહ ચૌહાણ
ગાંધીનગર નોર્થ- વિરેન્દ્રસિંહ વાઘેલા
વિરમગામ- લાખાભાઈ ભરવાડ
સાણંગ- રમેશ કોળી
નારણપુરા- સોનલબેન પટેલ
મણિનગર- સીએમ રાજપૂત
અસારવા- વિપુલ પરમાર
ધોળકા- અશ્વિન રાઠોડ
ધંધુકા- હરપાલસિંહ ચુડાસમા
કંભાત- ચિરાગ પટેલ
પેટલાદ- ડો. પ્રકાશ પરમાર
માતર- સંજય પટેલ
મહેમદાવાદ- જીવાસિંહ ગડાભાઈ
ઠાસરા- કિરિટબાઈ પરમાર
કપડવંજ- કાળુભાઈ ડાભી
બાલાસીનોર- અજીતસિંહ ચૌહાણ
લુણાવાડા- ગુલાબ સિંહ
સંતરામપુર- ગેંદલભાઈ ડામોર
શેહરા- કતુભાઈ પાગી
ગોધરા- રશ્મિતાબેન ચૌહાણ
કલોલ- પ્રભાત સિંહ
હાલોલ- રાજેન્દ્ર પટેલ
દાહોદ- હર્ષદભાઈ નિંનામા
સાવલી- કુલદીપ સિંહ રાઉજી
વડોદરા શહેર- ગુણવંતરાય પરમાર
પાદરા- જસપાલ સિંહ પઢિયાર
કરજણ- પ્રિતેશ પટેલ
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન
ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કામાં 89 સીટો પર 1 ડિસેમ્બરે મતદાન થશે. જ્યારે બીજા તબક્કામાં 93 સીટો પર મતદાન થશે. જ્યારે 8 ડિસેમ્બરે ગુજરાત ચૂંટણીનું પરિણામ જાહેર થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે