બ્રિટનના પ્રધાનમંત્રી પહેલી જ મુલાકાત અને ભારતીયો માટે કરી મોટી જાહેરાત, દર વર્ષે 3000 ભારતીયોને વિઝા આપશે બ્રિટન સરકાર

G20 summit: યૂકે સરકારે જાહેરાત કરી કે દર વર્ષે 3000 ભારતીયોને યૂકેના વિઝા મળશે. આ વિઝા તે યુવાઓ માટે છે, જે બ્રિટન જઈને પોતાની કારકિર્દી બનાવવા માગે છે.

બ્રિટનના પ્રધાનમંત્રી પહેલી જ મુલાકાત અને ભારતીયો માટે કરી મોટી જાહેરાત, દર વર્ષે 3000 ભારતીયોને વિઝા આપશે બ્રિટન સરકાર

Big Announcement For Indians: બ્રિટનના પ્રધાનમંત્રી બન્યા પછી ભારતીય મૂળના ઋષિ સુનકની ઈન્ડોનેશિયાના બાલીમાં જી-20 સમિટ દરમિયાન પહેલીવાર મુલાકાત થઈ. બંને દેશના રાષ્ટ્રાધ્યક્ષોની પહેલી મુલાકાત બાદ યૂકે સરકારે ભારતીય લોકોના હકમાં એક મોટી જાહેરાત કરી છે. બ્રિટનના પીએમઓએ આ વાતની જાણકારી આપી છે.

બાલી: ઈન્ડોનેશિયાના બાલીમાં આયોજિત જી-20 સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનક સાથે પહેલીવાર મુલાકાત કરી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે અનેક મુદ્દા પર વાતચીત થઈ. પીએમ મોદી સાથે મુલાકાતની થોડી જ ક્ષણોમાં બ્રિટનની સરકારે ભારતીયો માટે મોટી જાહેરાત કરી દીધી. યૂકે સરકારે જાહેરાત કરી કે દર વર્ષે 3000 ભારતીયોને યૂકેના વિઝા મળશે. આ વિઝા તે યુવાઓ માટે છે, જે બ્રિટન જઈને પોતાની કારકિર્દી બનાવવા માગે છે.

બ્રિટન સરકારે શું કહ્યું?:
બ્રિટન સરકારે આ વિશે જણાવ્યું કે ભારત એવો પહેલો દેશ છે જેને આ સ્કીમનો ફાયદો મળવા જઈ રહ્યો છે. બ્રિટન સરકારે નિવેદનમાં કહ્યું કે યૂકે-ભારત યંગ પ્રોફેશનલ સ્કીમ પર મહોર લગાવી દીધી છે. આ સ્કીમ અંતર્ગત દર વર્ષે 18થી 30 વર્ષના 3000 ટ્રેઈનિંગ ભારતીય યુવા બે વર્ષ સુધી બ્રિટનમાં રહી શકે છે અને કામ કરી શકે છે. બ્રિટન સરકારે કહ્યું કે આ સ્કીમને લોન્ચ કરવી બંને દેશના દ્વિપક્ષીય સંબંધો માટે મહત્વપૂર્ણ ક્ષણ છે. સાથે જ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં બંને દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટેની બ્રિટનની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

ઈન્ડો-પેસેફિક ક્ષેત્રમાં ભારત-બ્રિટનના મજબૂત સંબંધો:
બ્રિટન સરકારે રહ્યું કે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના તમામ દેશોમાં બ્રિટનના સૌથી વધારે મજબૂત સંબંધો ભારત સાથે છે. બ્રિટનમાં જેટલા પણ વિદ્યાર્થી વિદેશમાંથી ભણવા આવે છે. તેમાંથી 1/4 ભારતના જ હોય છે. સાથે જ ભારતીય રોકાણના કારણે આખા બ્રિટનમાં લગભગ 95,000 લોકોને રોજગાર મળે છે.

ભારત-બ્રિટન વચ્ચે ચાલી રહી છે ટ્રેડ ડીલની વાત:
બ્રિટન અને ભારત વચ્ચે હાલમાં ટ્રેડ ડીલ પર પણ વાત થઈ રહી છે. જો આ ડીલ થઈ જશે તો ભારતની કોઈપણ યૂરોપિયન દેશની સાથે પહેલી આવી ડીલ હશે. ભારતની સાથે મોબિલિટી પાર્ટનરશીપને લઈને બ્રિટન સરકારે કહ્યું કે આ ભાગીદારી દ્વારા ઈમિગ્રેશનનું ઉલ્લંઘન કરનારાને બહાર કરવામાં મદદ મળશે, બ્રિટન સરકારે કહ્યું કે વર્ષ 2021ના મે મહિનામાં બંને દેશની વચ્ચે આ ઐતિહાસિક પ્રસ્તાવ પર મહોર લાગી હતી. તેનું લક્ષ્ય બંને દેશની વચ્ચે અવરજવરને વધારવાનું હતં. સાથે જ ગેરકાયદેસર રીતે રહેતા લોકોને બહાર કાઢીને ઈમિગ્રેશન સાથે જોડાયેલા કેસને રોકવા માટે સંયુક્ત પ્રયાસ કરવાનો હતો.

આ પણ વાંચો: ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો:
 BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news