Gujarat Election 2022: વિશ્વના દેશમાં ગાયો દૂધ આપે પરંતુ આ ભારતમાં ગાયો મત અપાવે છૅ: ભૂપેશ બઘેલ

Gujarat Election 2022: આજે વડગામના મેમદપુર ખાતે છત્તીસગઢ સીએમ ભૂપેશ બઘેલની આગેવાનીમાં વડગામ કોંગ્રેસના ઉમેદવાર જીગ્નેશ મેવાણીના સમર્થનમાં જંગી જાહેર સભાં યોજાઈ.

Gujarat Election 2022: વિશ્વના દેશમાં ગાયો દૂધ આપે પરંતુ આ ભારતમાં ગાયો મત અપાવે છૅ: ભૂપેશ બઘેલ

Gujarat Election 2022, અલકેશ રાવ/બનાસકાંઠા: વિધાનસભાની ચૂંટણીઓને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છૅ તે વચ્ચે હવે ભાજપ હોય કે કોંગ્રેસ પોતાના દિગ્ગજોને ચૂંટણીના પ્રચાર માટે મેદાને ઉતાર્યા છૅ. આજે વડગામના મેમદપૂર ખાતે વડગામના કોંગ્રેસના ઉમેદવાર જીગ્નેશ મેવાણીના સમર્થનમાં છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલની ઉપસ્થિતિમાં કોંગ્રેસની જંગી જાહેરસભા યોજાઈ.

ગુજરાતમાં વિધાનસભાંની ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસે પોતાના દિગ્ગજોને ચૂંટણી પ્રચાર માટે મેદાને ઉતરી દીધા છૅ. આજે વડગામના મેમદપુર ખાતે છત્તીસગઢ સીએમ ભૂપેશ બઘેલની આગેવાનીમાં વડગામ કોંગ્રેસના ઉમેદવાર જીગ્નેશ મેવાણીના સમર્થનમાં જંગી જાહેર સભાં યોજાઈ.

આ પણ વીડિયો જુઓ:-

જાહેર સભાને સંબોધતા સીએમ ભૂપેશ બઘેલે ભાજપ પર આકરા પ્રહારો કરી પોતાની છત્તીસગઢ સરકારના કામો ગણાવ્યા હતા અને કટાક્ષ કરતા કહ્યું હતું કે, વિશ્વના દેશમાં ગાયો દૂધ આપે પરંતુ આ ભારતમાં ગાયો મત અપાવે છૅ.

તો બીજી તરફ સભામાં પહોંચેલા કોંગ્રેસના પીઢ આગેવાન શક્તિસિંહ ગોહિલે પણ ભાજપ પર પ્રહારો કર્યા અને કહ્યું કે ભાજપને રામનો મરે કે રહીમનો એનાથી કઈ નથી એને ફક્ત મતથી જ મતલબ છૅ. તો શક્તિસિંહ દાંતાના ભાજપના ઉમેદવારના વાયરલ વિડિઓ માટે ઇલેક્શન કમિશન કડક કાર્યવાહી કરે તેવું કહ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news