Gujarat Election 2022: અલ્પેશની વિરોધીઓને ચીમકી, 'ગામમાં ઘૂસવા નહીં દઈએ એવું કહેનારા ચેતી જજો, અઠવાડિયા પછી બધા જ અડ્ડા બંધ થઈ જશે'
Gujarat Election 2022: બનાસકાંઠાના ભાભર તાલુકાના વડાણા ખાતે ગાંધીનગર દક્ષિણથી ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરની સભા યોજાઇ. જેમાં વાવના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરના સમર્થનમાં અલ્પેશ ઠાકોરની સભા યોજાઇ હતી.
Trending Photos
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છૅ, તે વચ્ચે હવે ભાજપ હોય કે કોંગ્રેસ બંને પક્ષના દિગ્ગજો ચૂંટણી પ્રચાર માટે મેદાને ઉતર્યા છૅ. ત્યારે બનાસકાંઠાની વાવ બેઠક પર અલ્પેશ ઠાકોરની જનસભા યોજાઈ હતી. અલ્પેશ ઠાકોરે કોગ્રેસ અને ગેનીબેન ઠાકોર પર આકરા પ્રહારો કર્યા હતા. અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે ગામમાં ઘૂસવા નહીં દઈએ એવું કહેનારા લોકો ચેતી જજો, અઠવાડિયા પછી તમારા બધા જ અડ્ડા બંધ થઈ જશે.
બનાસકાંઠાના ભાભર તાલુકાના વડાણા ખાતે ગાંધીનગર દક્ષિણથી ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરની સભા યોજાઇ. જેમાં વાવના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરના સમર્થનમાં અલ્પેશ ઠાકોરની સભા યોજાઇ હતી. અલ્પેશ ઠાકોરે કોગ્રેસ તેમજ ગેનીબેન ઠાકોર પર પ્રહારો કર્યા હતા. અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે કોંગ્રેસ સસ્તી રાજનીતિ કરી રહી છે. ગામમાં ઘૂસવા નહીં દઈએ એવું કહેનારા લોકો ચેતી જજો. અઠવાડિયા પછી તમારા બધા જ અડ્ડા બંધ થઈ જશે' આ નિવેદન ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે વિરોધીઓને ચીમકી આપતા જણાવ્યું હતું કે, મર્યાદામાં રહેજો અઠવાડિયા પછી અમારી જ સરકાર છે. કેટલાક અસામાજિક તત્વો લોકોને ડરાવવાનો પ્રયાસ કરે છે. ગામમાં ઘૂસવા નહી દઇએ. લોકો ચેતી જજો અઠવાડિયા પછી અમે જ છીએ. અઠવાડિયા પછી તમારા અડ્ડા બંધ થઇ જશે. ગેનીબેન પર આડકતરી રીતે પ્રહાર કરતા કહ્યું હતું કે જે બીપીએલ કહેતા હતા તે ચૂંટણીમાં કરોડો રૂપિયા વાપરે છે એ ક્યાંથી આવ્યા?
ઉલ્લેખનીય છે કે, થરાદના રાહ ખાતે ભાજપના સ્ટાર પ્રચારક અલ્પેશ ઠાકોરના અધ્યક્ષ સ્થાને થરાદના ઉમેદવાર શંકર ચૌધરીના સમર્થનમાં ભાજપની જંગી જાહેર સભા યોજાઈ. જે સભામાં પહોંચેલા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને થરાદ ભાજપ ઉમેદવાર શંકર ચૌધરીનેં જંગી બહુમતીથી જીતાડવા લોકોનેં હાંકલ કરી.
વિધાનસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છૅ તે વચ્ચે હવે ભાજપ હોય કે કોંગ્રેસ બંને પક્ષના દિગ્ગજો ચૂંટણી પ્રચાર માટે મેદાને ઉતર્યા છૅ. ત્યારે થરાદ ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીના સમર્થનમાં થરાદના રાહ ખાતે ભાજપની જંગી જાહેર સભાં યોજાઈ જેમાં જાહેરમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.
સભાને સંબોધતા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા તો સાથે સાથે થરાદ કોંગ્રેસ માંથી ચૂંટણી લડી રહેલાં ગુલાબસિંહ રાજપૂતનું નામ લીધા વિના તેમની પર આકરા પ્રહારો કર્યા અને થરાદ વિધાનસભા બેઠક પરથી શંકર ચૌધરીનેં જંગી બહુમતીથી જીતાડવા હાંકલ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે