આ વાંચી ભયનું લખલખું પસાર થઈ જશે, કોરોનાનો સૌથી વધુ ચેપી XBB.1.16 વેરિયન્ટ ગુજરાતમાં ફેલાયો

Gujarat Corona Update : કમોસમી વરસાદ સાથે કોરોનાની ગુજરાતમાં દસ્તક, 46 ટકા દર્દીઓમાં XBB.1.16 વાયરસ જોવા મળ્યો છે. એટલે કે 262 દર્દીઓમાં XBB.1.16 વાયરસ મળી આવ્યો છે. આ વાયરલ ડેલ્ટાનો જ વેરિયન્ટ છે

આ વાંચી ભયનું લખલખું પસાર થઈ જશે, કોરોનાનો સૌથી વધુ ચેપી XBB.1.16 વેરિયન્ટ ગુજરાતમાં ફેલાયો

Corona Breaking : ગુજરાતમાં કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે, જેના કારણે રાજ્ય સરકારે પણ સમીક્ષા બેઠક કરી છે. ત્યારે ગુજરાતમાં કોરોનાના નવા 381 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કારણે એક દર્દીનું મોત થયું છે. કચ્છમાં આજે એક દર્દી કોરોના સામેનો જંગ હારી ચૂક્યો છે. જ્યારે સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં આજે કોરોનાના 123 કેસ છે. રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાનો રેસિયો 98.96 ટકા નોંધાયો છે.

જોકે, ગાંધીનગર સ્થિત જીબીઆરસી (ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર) ખાતે એક મિહનામં 565 દર્દીઓના જીનોમ સિકવન્સ થયા હતા, જેમાંથી 46 ટકા દર્દીઓમાં XBB.1.16 વાયરસ જોવા મળ્યો છે. એટલે કે 262 દર્દીઓમાં XBB.1.16 વાયરસ મળી આવ્યો છે. આ વાયરલ ડેલ્ટાનો જ વેરિયન્ટ છે. 

આરોગ્ય વિભાગ પાસેથી મળેલી માહિતી અનુસાર, XBB.1.16 વેરિયન્ટનો પ્રથમ કેમ મહારાષ્ટ્રમાં જોવા મળ્યો હતો. ગુજરાતમાં અતાયર સુધી આ વેરિયન્ટના 333 કેસ જોવા મળ્યા છે. XBB.1.16 વાયરસ કોરોનાનો સૌથી વધુ ચેપી હોવાનું એક્સપર્ટસનું કહેવું છે. 

40 ટકા એક્ટિવ કેસ માત્ર વડોદરામાં
રાજ્યમાં 15 દિવસમાં કોરોનાના ઢગલાબંધ કેસ નોંધાય છે. જેમાંથી સૌથી વધુ કેસ અમદાવાદમાં છે. 29 માર્ચે ગુજરાતમાં 2247 એક્ટિવ કેસ નોંધાયા છે. જેમાં માત્ર અમદાવાદમાં જ 908 કેસ છે. જે આખા ગુજરાતના 40 ટકા છે. 

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતની વાત કરીએ તો કુલ 2247 કોરોનાના એક્ટિવ કેસ છે. જેમાંથી 6 વેન્ટીલેટર પર છે અને 2241 દર્દીઓની હાલત સ્ટેબલ છે. રાજ્યમાં 1268563 દર્દીઓ ડીસ્ચાર્જ થઈ ચૂક્યા છે, જ્યારે 11054 લોકોના મોત થયા છે.

રાજ્યમાં આજે નોંધાયેલા કોરોના કેસની વાત કરીએ તો અમદાવાદમાં 3, અમદાવાદ કોર્પોરેશનમાં 120, અમરેલી 7, આણંદ 9, અરવલ્લી 1, બનાસકાંઠા 3, ભરૂચ 8,  ભાવનગર કોર્પોરેશન 3, બોટાદ 2, છોટાઉદેપુર 1, દાહોદ 1, ગાંધીનગર 3, ગાંધીનગર કોર્પોરેશન 6, ગીર સોમનાથ 3, જામનગર 2, જૂનાગઢ કોર્પોરેશન 2, ખેડા 2, કચ્છ 2, મહીસાગર 1, મહેસાણા 25, મોરબી 35, નવસારી 5, પાટણ 5, પોરબંદર 3, રાજકોટ 23, રાજકોટ કોર્પોરેશન 14, સાબરકાંઠા 11, સુરત 5, સુરત કોર્પોરેશન 32, સુરેન્દ્રનગર 2, વડોદરા 18, વડોદરા કોર્પોરેશન 20 અને વલસાડ 4 એમ કુલ 381 કેસ નોંધાયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news