IPL 2023: આજે ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે પહેલો મુકાબલો, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે મેચ

IPL 2023 News: IPL 2023 આજથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરૂ થશે.  IPL 2023ની પ્રથમ મેચ સાંજે 7:30 વાગ્યાથી ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. ટોસ સાંજે 7 વાગ્યે થશે. 

IPL 2023: આજે ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે પહેલો મુકાબલો, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે મેચ

IPL 2023 News: IPL 2023 આજથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરૂ થશે. IPL 2023ની પ્રથમ મેચ આજે સાંજે 7:30 વાગ્યાથી ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની આઈપીએલ મેચના 12 કલાક પહેલા એ રહસ્ય ખુલી ગયું છે કે આ મેચમાં સુપર કિંગ્સ માટે કયો બેટ્સમેન ઓપનિંગ કરશે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણેએ કહ્યું કે તે ખેલના સૌથી ટૂંકા ફોર્મેટમાં ઇનિંગ્સની શરૂઆત કરવાનું પસંદ કરે છે, પરંતુ તે ટીમ દ્વારા સોંપવામાં આવેલી કોઈપણ જવાબદારી નિભાવવા તૈયાર છે.

CSKનો આ બેટ્સમેન ગુજરાત ટાઇટન્સ સામે ઓપનિંગ કરશે!
ઈન્ડિયન પ્રીમિયર લીગની નવી સિઝનની શરૂઆત ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત  ટાઈટન્સ વચ્ચેની મેચથી થશે. મેચની પૂર્વ સંધ્યાએ જ્યારે રહાણેને રિતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવે જેવા સ્થાપિત ઓપનરોની હાજરીમાં તેની ભૂમિકા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, 'હું હંમેશા ઓપનર રહ્યો છું. મેં હંમેશા T20 ફોર્મેટમાં ઇનિંગ્સની શરૂઆત કરી છે, તેથી મારી ભૂમિકામાં બહુ ફરક નથી. તેમ છતાં, મેનેજમેન્ટ અને કેપ્ટન મને જે કરવાનું કહે તે કરવા હું હંમેશા તૈયાર છું. મારા માટે, તે હંમેશા ટીમ છે, તેથી જ્યારે પણ મને તક મળશે હું મારું શ્રેષ્ઠ આપીશ.'

No description available.

કઈ ટીવી ચેનલ પર મેચ ટેલિકાસ્ટ થશે?
સ્ટાર સ્પોર્ટ્સ ગ્રુપ ટેલિવિઝન પર ઈન્ડિયન પ્રીમિયર લીગના પ્રસારણના અધિકારો ધરાવે છે. આ ટુર્નામેન્ટની તમામ મેચો સ્ટાર સ્પોર્ટ્સ ગ્રુપની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે. આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ભારતમાં Jio સિનેમા એપ પર જોઈ શકાશે.

મફતમાં લાઈવ મેચ કેવી રીતે જોવી?
આ મેચ જિયો સિનેમામાં પ્રસારિત થઈ રહી છે. આ એપમાં લાઈવ મેચ જોવા માટે તમારે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની જરૂર નથી. તમે તમારા ફોનમાં Jio Cinema એપ ઇન્સ્ટોલ કરીને ઈન્ડિયન પ્રીમિયર લીગની તમામ મેચો મફતમાં જોઈ શકો છો.

ચેન્નાઈ સુપર કિંગ્સ: ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, બેન સ્ટોક્સ, અંબાતી રાયડુ, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટમેન, કેપ્ટન), ડ્વેન પ્રિટોરિયસ, દીપક ચહર, સિમરજીત સિંહ.
ગુજરાત ટાઇટન્સ: શુભમન ગિલ, કેન વિલિયમસન, શ્રીકર ભરત, હાર્દિક પંડ્યા, મેથ્યુ વેડ, રાહુલ તેવટિયા, આર સાઈ કિશોર, રાશિદ ખાન, યશ દયાલ, અલઝારી જોસેફ, મોહમ્મદ શમી.

આ પણ વાંચો:
અમદાવાદના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ, IPL મેચ જોનારા માટે મોટા સમાચાર
BREAKING: જામનગરના ભૂમાફિયા જયેશ પટેલને ભારત લવાશે, લંડન કોર્ટનો મોટો નિર્ણય

ગૃહવિભાગ આકરા પાણીએ! મંત્રી હર્ષ સંઘવી જોરદાર બગડ્યા, 2 જિલ્લાની પોલીસ ખડકાઈ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news