Gujarat Corona Update: રાજ્યમાં રેકોર્ડ 1110 નવા કેસ, કુલ 753 લોકો સાજા થયા

ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાનો આંકડો સતત વધી રહ્યો છે. એક સમયે સરેરાશ 200-250 કેસ આવતા હતા તેની જગ્યાએ હવે છેલ્લા 16 દિવસથી સરેરાશ 900ની આસપાસ કેસ આવતા હતા. જો કે છેલ્લા 5 દિવસથી 1000થી પણ વધારે કેસ આવી રહ્યા છે. આજે તો રેકોર્ડ બ્રેક 1110 નવા દર્દીઓ નોંધાયા હતા. જો કે સામે પક્ષે 753 દર્દીઓ સાજા થઇને ઘરે પણ પરત ફર્યા હતા. રાજ્યમાં આજના દિવસમાં કુલ 21708 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યની વસ્તીને ધ્યાને રાખીને પ્રતિ દિવસ 333.96 ટેસ્ટ પ્રતિ મીલીયન જેટલા થવા પામે છે. આજ રોજ રાજ્યનાં 21 લોકોનાં મોત નિપજ્યાં છે. 
Gujarat Corona Update: રાજ્યમાં રેકોર્ડ 1110 નવા કેસ, કુલ 753 લોકો સાજા થયા

અમદાવાદ : ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાનો આંકડો સતત વધી રહ્યો છે. એક સમયે સરેરાશ 200-250 કેસ આવતા હતા તેની જગ્યાએ હવે છેલ્લા 16 દિવસથી સરેરાશ 900ની આસપાસ કેસ આવતા હતા. જો કે છેલ્લા 5 દિવસથી 1000થી પણ વધારે કેસ આવી રહ્યા છે. આજે તો રેકોર્ડ બ્રેક 1110 નવા દર્દીઓ નોંધાયા હતા. જો કે સામે પક્ષે 753 દર્દીઓ સાજા થઇને ઘરે પણ પરત ફર્યા હતા. રાજ્યમાં આજના દિવસમાં કુલ 21708 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યની વસ્તીને ધ્યાને રાખીને પ્રતિ દિવસ 333.96 ટેસ્ટ પ્રતિ મીલીયન જેટલા થવા પામે છે. આજ રોજ રાજ્યનાં 21 લોકોનાં મોત નિપજ્યાં છે. 

રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 3,64,518 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 3,62,569 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. 1949 લોકોને ખાનગી તથા સરકારી ફેસિલીટીમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. 

રાજ્યનાં કુલ એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો 13131 એક્ટિવ કેસ છે. વેન્ટીલેટર 85 છે જ્યારે 13046 સ્ટેબલ છે. 40365 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 2326 લોકોનાં મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે આજના દિવસમાં 21 લોકોનાં દુખદ નિધન થયા છે. જે પૈકી સુરત કોર્પોરેશનમાં 7, સુરતમાં 5, અમદાવાદ કોર્પોરેશનમાં 3, ગાંધીનગરમાં 1, જામનગર કોર્પોરેશનમાં 1,મોરબી, રાજકોટ, વડોદરા અને વડોદરા કોર્પોરેશનમાં 1-1 લોકોનાં મોત નિપજ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news