હવે ચંબલમાં ડાકુઓની જગ્યાએ મળશે ખેડૂત, મોદી સરકાર તૈયાર કરી આ યોજના

ચંબલનું નામ સાંભળતા જ મગજમાં ડાકુઓનો ભય ફેલાઇ જાય છે. પરંતુ હવે પરિસ્થિતિ બદલાવવાની છે. કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત ચંબલના કઠોર વિસ્તારને ખેતીલાયક જમીનમાં ફેરવવાની યોજના છે. આ માટે વર્લ્ડ બેંકથી સહયોગ મળશે. તેની જાણકારી કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે રવિવારના આપી છે.
હવે ચંબલમાં ડાકુઓની જગ્યાએ મળશે ખેડૂત, મોદી સરકાર તૈયાર કરી આ યોજના

નવી દિલ્હી: ચંબલનું નામ સાંભળતા જ મગજમાં ડાકુઓનો ભય ફેલાઇ જાય છે. પરંતુ હવે પરિસ્થિતિ બદલાવવાની છે. કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત ચંબલના કઠોર વિસ્તારને ખેતીલાયક જમીનમાં ફેરવવાની યોજના છે. આ માટે વર્લ્ડ બેંકથી સહયોગ મળશે. તેની જાણકારી કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે રવિવારના આપી છે.

નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું કે, શરૂઆતના રિપોર્ટ તૈયાર થયા બાદ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી સાથે મીટિંગ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, વર્લ્ડ બેંકના પ્રતિનિધિ આર્દશ કુમારની સાથે વર્ચુઅલ બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. વર્લ્ડ બેંક મધ્ય પ્રદેશમાં કામ કરવામાં રસ દાખવી રહી છે.

ત્રણ લાખ હેક્ટર ભૂમિ ખેતી લાયક નથી
નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું કે ચંબલમાં ત્રણ લાખ હેક્ટરથી વધારે જમીન ખેતી લાયક નથી. આ દિશામાં સુધાર થવાથી ગ્વાલિયર-ચંબલ ક્ષેત્રની નદીઓનો એકીકૃત વિકાસ કરવામાં આવશે. આ પરિયોજનાથી પર્યાવરણમાં સુધારો થશે અને રોજગાર પણ મળશે.

કૃષિ મંત્રાલયમાં સંયુક્ત સચિવ વિવેક અગ્રવાલે કહ્યું કે, પ્રસ્તાવિત પરિયોજના પર કામ શરૂ કરવાથી પહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મૂડી ખર્ચ અને રોકાણ જેવા તમામ પાસાઓ ધ્યાનમાં લેવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news