GUJARAT CORONA UPDATE: દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાનો ખતરો, આજે સૌથી વધુ કેસ નોંધાયા
રાજ્યમાં કોરોનાના નવા 18 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 32 દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,029 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે ગુજરાતનો કોરોના રિકવરી રેટ પણ સુધરીને 98.76 ટકાએ પહોંચ્યો છે
Trending Photos
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના નવા 18 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 32 દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,029 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે ગુજરાતનો કોરોના રિકવરી રેટ પણ સુધરીને 98.76 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 3,61,852 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 193 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 નાગરિકો વેન્ટીલેટર પર છે. 189 સ્ટેબલ છે. 8,16,029 નાગરિકો અત્યાર સુધીમાં કોરોનાને હરાવી ચુક્યા છે. 10086 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને મોત નિપજ્યાં છે. આજે એક પણ વ્યક્તિનું મોત થયું નથી. સુરતમાં 5 કેસ આવ્યા છે. વલસાડમાં 4 કેસ આવ્યા છે. નવસારીમાં 3 કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 2 કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદ કોર્પોરેશન, ગીર સોમનાથ, જૂનાગઢ અને વડોદરામાં 1-1 કેસ આવ્યા છે. આ પ્રકારે કુલ 18 કેસ આવ્યા છે.
રસીકરણના મોરચે પણ સરકાર સતત મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 9 ને પ્રથમ જ્યારે 1598 વર્કર્સને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 18643 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 83867 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષ સુધીના 55014 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 2,02,721 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ 3,61,852 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં 6,71,91,426 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે