ગમખ્વાર અકસ્માત: ચાલકે કાબુ ગુમાવતા બોલેરો પર ફરી વળ્યો ટ્રક, 4 લોકોના સ્થળ પર મોત

રાજસ્થાનના ભગતસિંહ મેગા હાઇવે પર ટ્રક અને બોલેરો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ડીસાના એક જ પરિવારના 4 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ સમગ્ર મામલે બાડમેર પોલીસ હાલ તપાસ કરી રહી છે અને ટ્રક ડ્રાઈવરને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે

ગમખ્વાર અકસ્માત: ચાલકે કાબુ ગુમાવતા બોલેરો પર ફરી વળ્યો ટ્રક, 4 લોકોના સ્થળ પર મોત

અલ્કેશ રાવ/ બનાસકાંઠા: રાજસ્થાનના ભગતસિંહ મેગા હાઇવે પર ટ્રક અને બોલેરો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ડીસાના એક જ પરિવારના 4 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ સમગ્ર મામલે બાડમેર પોલીસ હાલ તપાસ કરી રહી છે અને ટ્રક ડ્રાઈવરને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિત મુજબ ડીસાના લક્ષ્મીપુરાના એક પરિવાર રાજસ્થાનના બાડમેર પાસે માજીસા મંદિરના દર્શન કરવા ગયો હતો. પરંતુ મંદિરે દર્શન કરીને પરત ફરતા હતા ત્યારે રાજસ્થાનના બાડમેર પાસે ભગતસિંહ મેગા હાઈવે પર બોલેરો ગાડીનો ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. જો કે, બોલેરો ગાડીમાં સુથાર પરિવાર સવાર હતો. અકસ્માત એટલો ગંભીર હતો ઘટના સ્થળે 4 લોકોના મોત નિપજ્યા છે. તો પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

એક જ પરિવારના 4 લોકોના મોત નિપજતા સમગ્ર ડીસા પંથકમાં ગમગીની છવાઈ છે. મહત્વની વાત દર્શન કરીને પરત આવતા પરિવારને અકસ્માત નડતા પરિવાર જનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. જો કે, ટ્રક ડ્રાઈવરની બેદરકારીને કારણે અકસ્માત સર્જાતા બોલેરો કારમાં સવાર સુથાર પરિવારના 4 લોકોના મોત થયા છે. હાલમાં બાડમેર પોલીસે અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news