GUJARAT CORONA UPDATE: 226 નવા કેસ, 163 દર્દી સાજા થયા, એક પણ મોત નહી

રાજ્યમાં કોરોનાના આજે નવા 226 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 163 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,15,616 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 98.98 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 55,584 રસીના ડોઝ અપાયા હતા.
GUJARAT CORONA UPDATE: 226 નવા કેસ, 163 દર્દી સાજા થયા, એક પણ મોત નહી

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના આજે નવા 226 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 163 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,15,616 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 98.98 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 55,584 રસીના ડોઝ અપાયા હતા.

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 1524 એક્ટિવ કેસ છે. જે પૈકી 02 નાગરિકો વેન્ટિલેટર પર છે અને તેમની સ્થિતિ પ્રમાણમાં ચિંતાજનક છે. આ ઉપરાંત 1522 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,15,616 નાગરિકો હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,946 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે આંશિક રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી નિપજ્યું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 106, વડોદરા કોર્પોરેશન 22, સુરત કોર્પોરેશન 37, ગાંધીનગર કોર્પોરેશન 7, વડોદરા 6, કચ્છ, મહેસાણા, રાજકોટ કોર્પોરેશન અને વલસાડમાં 5-5 કેસ નોંધાયા છે. ભાવનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન અને નવસારીમાં 4-4 કેસ નોંધાયા છે. ગાંધીનગર, પાટણમાં 3-3, અમદાવાદ, ભરૂચ, રાજકોટમાં 2-2 અને અમરેલી, આણંદ, ખેડા અને તાપીમાં 1-1 કેસ નોંધાયા છે. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 948 નાગરિકોને રસીનો પ્રથમ અને 10479 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 700 ને રસીનો પ્રથમ અને 2042 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 27126 ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. 12-14 વર્ષના નાગરિકો પૈકી 5633 ને રસીનો પ્રથમ અને 8656 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 55,584 કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ 11,09,65,819 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news