Cristiano Ronaldo ની 16.3 કરોડની ગાડીનો બોલી ગયો ખુડદો, ડ્રાયવરનો આબાદ બચાવ
રિપોર્ટ અનુસાર કારને રોનાલ્ડોના સ્ટાફમાંથી એક વ્યક્તિ ચલાવી રહ્યો હતો, જેણે કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે આ અકસ્માત થયો. આ અકસ્માતને કારણે બુગાટી વેરોનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો છે. અકસ્માતમાં સુપરકારને મોટું નુકસાન થયું હોઈ શકે છે.
Trending Photos
નવી દિલ્હી: માન્ચેસ્ટર યુનાઈટેડના સ્ટાર સ્ટ્રાઈકર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને કારનો ખૂબ જ શોખ છે. વિશ્વના સૌથી ધનાઢ્ય એથ્લેટ્સમાંથી એક હોવાના કારણે રોનાલ્ડોની પાસે ઘણી લક્ઝરી કાર છે. આમાંની એક કારમાં બુગાટી વેરોન પણ સામેલ છે જે કારનો અકસ્માત થયો છે અને તેનો ખુરદો બોલાઈ ગયો છે. રિપોર્ટ અનુસાર આ કાર સોમવારે સવારે સ્પેનિશ શહેર માલોર્કામાં એક ઘરના એન્ટ્રી ગેટની સામે અકસ્માતનો શિકાર બની હતી.
રિપોર્ટ અનુસાર કારને રોનાલ્ડોના સ્ટાફમાંથી એક વ્યક્તિ ચલાવી રહ્યો હતો, જેણે કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે આ અકસ્માત થયો. આ અકસ્માતને કારણે બુગાટી વેરોનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો છે. અકસ્માતમાં સુપરકારને મોટું નુકસાન થયું હોઈ શકે છે, પરંતુ અહેવાલો અનુસાર ડ્રાઈવરને કોઈ ઈજા થઈ નથી.
Cristiano Ronaldo 's Bugatti Veyron suffered an accident on Monday morning in Mallorca. Apparently Cristiano was not inside the vehicle. [@UHmallorca] #mufc pic.twitter.com/WtG5crWWsd
— The United Stand (@UnitedStandMUFC) June 20, 2022
આટલી છે કિંમત
જ્યારે આ કાર અકસ્માતનો શિકાર બની ત્યારે રોનાલ્ડો કારમાં હાજર નહોતો. આ Bugatti Veyron ની કિંમત લગભગ 16.25 કરોડ રૂપિયા છે. રિયલ મેડ્રિડનો ભૂતપૂર્વ ફારવર્ડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો હાલમાં પરિવાર સાથે સ્પેનમાં રજાઓ માણી રહ્યો છે. આ મહિનાના અંતમાં માન્ચેસ્ટર યુનાઇટેડની પ્રી-સીઝનની શરૂઆત પહેલા તે યુનાઇટેડ કિંગડમ પરત ફરશે.
સૌથી સફળ ફૂટબોલર
પોર્ટુગલનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પ્રોફેશનલ ફૂટબોલના ઈતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બની ગયો છે. રોનાલ્ડોએ આ વર્ષે જોસેફ બીકન (805 ગોલ) ને પાછળ છોડી દીધા હતા, જેમણે FIFA રેકોર્ડ્સ અનુસાર કુલ 805 ગોલ કર્યા હતા. એટલું જ નહીં રોનાલ્ડો આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી પણ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે