હાથમાં કોરોના રિપોર્ટ લઈને ગુજરાત પહોંચશે કોંગ્રેસના ધારાસભ્યો

કોરોના (corona virus) ની મહામારીના પ્રકોપના કારણે રાજ્યસભા ચૂંટણી (rajyasabha election) ને હાલ ટાળવાનો નિર્ણય લેવાયો છે.  મળતી માહિતી મુજબ ચૂંટણી પંચ બહુ જલદી નવી તારીખોની જાહેરાત કરશે. સાત રાજ્યોની 18 રાજ્યસભા બેઠકો માટે 26મી માર્ચના રોજ મતદાન થવાનું હતું. ત્યારે ગાંધીનગર ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો આજે જયપુરથી ગુજરાત પરત ફરશે. પરંતુ ગુજરાત આવતા પહેલા તમામ ધારાસભ્યોનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. તેઓ કોરોના રિપોર્ટનું સર્ટિફિકેટ લઈને ગુજરાત પહોંચશે. જયપુરમાં રહેલા ધારાસભ્યોના કોરોના ટેસ્ટ કરાવાયા છે.  
હાથમાં કોરોના રિપોર્ટ લઈને ગુજરાત પહોંચશે કોંગ્રેસના ધારાસભ્યો

ગૌરવ પટેલ/અમદાવાદ :કોરોના (corona virus) ની મહામારીના પ્રકોપના કારણે રાજ્યસભા ચૂંટણી (rajyasabha election) ને હાલ ટાળવાનો નિર્ણય લેવાયો છે.  મળતી માહિતી મુજબ ચૂંટણી પંચ બહુ જલદી નવી તારીખોની જાહેરાત કરશે. સાત રાજ્યોની 18 રાજ્યસભા બેઠકો માટે 26મી માર્ચના રોજ મતદાન થવાનું હતું. ત્યારે ગાંધીનગર ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો આજે જયપુરથી ગુજરાત પરત ફરશે. પરંતુ ગુજરાત આવતા પહેલા તમામ ધારાસભ્યોનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. તેઓ કોરોના રિપોર્ટનું સર્ટિફિકેટ લઈને ગુજરાત પહોંચશે. જયપુરમાં રહેલા ધારાસભ્યોના કોરોના ટેસ્ટ કરાવાયા છે.  

આજે સાંજે સ્પેશિયલ ફ્લાઇટ અથવા રોડ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યો ગુજરાત આવી પહોંચશે. તેઓને તાજ ઉમેદ હોટેલ અથવા આણંદ નજીક રિસોર્ટમાં રોકાવવાની વ્યવસ્થા કરવામાં આવશે. તેઓ ગુજરાત આવે તે પહેલા ધારાસભ્યોના કોરોના ટેસ્ટ કરાવાયા છે. જયપુર રિસોર્ટમાં તમામ ધારાસભ્યોના ટેસ્ટ લેવાયા છે. રાજસ્થાન આરોગ્ય વિભાગે ધારાસભ્યોનું મેડિકલ ચેકિંગ હાથ ધર્યું હતું. છેલ્લા 10 દિવસથી કોંગ્રેસના ધારાસભ્યો જયપુર રિસોર્ટમાં હતા. ત્યારે હવે રાજ્યસભાની ચૂંટણી પણ રદ કરવામાં આવી છે. ત્યારે આજે અમદાવાદ આવી રહેલા ધારાસભ્યો કોરોના રિપોર્ટનું સર્ટિફિકેટ સાથે લઈને આવશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ નીતિન પટેલે કોંગ્રેસના ધારાસભ્યોનું કોરોના ટેસ્ટ કરવાનું નિવેદન
આપ્યું હતું. 

ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 33 પર પહોંચ્યો, 11,108 હોમ ક્વોરેન્ટાઈનમાં

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા ભાજપ કોંગ્રેસમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. ચૂંટણી પહેલા કોંગ્રેસ પક્ષમાંથી ચાર રાજીનામા પડ્યા હતા. જેના બાદ કોંગ્રેસનું ધારાસભ્ય બચાવો અભિયાન શરૂ થયું હતું. પોતાના ધારાસભ્યોને બચાવવા કોંગ્રેસ તેઓને જયપુરના રિસોર્ટમાં લઈ ગઈ હતી.  

તાજેતરમાં ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કહેર વચ્ચે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જયપુરથી એક દર્દી કોરોનાનો ચેપ લઈને આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને અપીલ છે કે તેઓ ધ્યાન રાખે. અમારા માટે રાજ્યસભાની ચૂંટણી કરતા પ્રજા વધુ મહત્વની છે. કોંગ્રેસના ધારાસભ્યો ગુજરાત વહેલા આવી જાય તે જરૂરી છે. તે વહેલા આવશે તો જ ચકાસણી થઈ શકશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news