યૂથ કોંગ્રેસની ચૂંટણીમાં જૂથવાદ : હાર્દિક પટેલ અને ઈન્દ્રવિજયસિંહ ગ્રૂપ આમને-સામને

ગુજરાત કોંગ્રેસમાં વિવાદો અટકવાનુ નામ નથી લઈ રહ્યા. વિધાનસભાની ચૂંટણી ભલે દોઢ વર્ષ બાકી હોય, પણ કોંગ્રેસના આંતરિક ઝઘડા હજી શાંત નથી થઈ રહ્યા. કોંગ્રેસ (gujarat congress) ના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સામે અનેક નેતાઓને નારાજગી છે. ત્યારે હવે યૂથ કોંગ્રેસની ચૂંટણીમાં પણ બે ગ્રૂપ પડી ગયા છે. યૂથ કોંગ્રેસની ચૂંટણી માટે ઈન્દ્રવિજયસિંહ ગોહિલ અને હાર્દિક પટેલ (hardik patel) ગ્રૂપ આમને-સામને આવી ગયું છે. યૂથ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનાવવા બંને ગ્રૂપ એડીચોટીનુ જોર લગાવી રહ્યાં છે. 

યૂથ કોંગ્રેસની ચૂંટણીમાં જૂથવાદ : હાર્દિક પટેલ અને ઈન્દ્રવિજયસિંહ ગ્રૂપ આમને-સામને

ગૌરવ પટેલ/અમદાવાદ :ગુજરાત કોંગ્રેસમાં વિવાદો અટકવાનુ નામ નથી લઈ રહ્યા. વિધાનસભાની ચૂંટણી ભલે દોઢ વર્ષ બાકી હોય, પણ કોંગ્રેસના આંતરિક ઝઘડા હજી શાંત નથી થઈ રહ્યા. કોંગ્રેસ (gujarat congress) ના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સામે અનેક નેતાઓને નારાજગી છે. ત્યારે હવે યૂથ કોંગ્રેસની ચૂંટણીમાં પણ બે ગ્રૂપ પડી ગયા છે. યૂથ કોંગ્રેસની ચૂંટણી માટે ઈન્દ્રવિજયસિંહ ગોહિલ અને હાર્દિક પટેલ (hardik patel) ગ્રૂપ આમને-સામને આવી ગયું છે. યૂથ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનાવવા બંને ગ્રૂપ એડીચોટીનુ જોર લગાવી રહ્યાં છે. 

કોંગ્રેસમાં હાલ યૂથ કોંગ્રેસની આંતરિક ચૂંટણીનો જંગ રસપ્રદ બન્યો છે. ચૂંટણી માટે કોંગ્રેસના બે ગ્રૂપ પડ્યા છે. એક તરફ ઈન્દ્રવીજયસિંહ ગોહિલનું ગ્રૂપ અને બીજી તરફ
હાર્દિક પટેલ ગ્રૂપ આમને-સામને આવી ગયુ છે. બંને ગ્રૂપ પોતાના ઉમેદવારને યુથ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ બનાવવા મક્કમ છે.

  • ઋતુરાજ ચુડાસમા, જયેશ દેસાઈ અને અભય જોટવા ઇન્દ્રવીજયસિંહ ગ્રૂપના ઉમેદવાર છે. 
  • વિશ્વનાથસિંહ વાઘેલા હાર્દિક પટેલ ગ્રૂપના ઉમેદવાર છે. 

ટોપ-3 માં આવનારા સમયમાં આ સભ્યોના દિલ્હીમાં ઈન્ટરવ્યૂ થશે. ઈન્ટરવ્યૂ બાદ ગુજરાતના યૂથ કોંગ્રેસના પ્રમુખની જાહેરાત થશે. 15 દિવસમાં 1.82 લાખથી વધુ યૂથ કોંગ્રેસના સભ્યો બનાવ્યા છે. એક સભ્યની નોંધણી ફી 50 રૂપિયા ફી ભર્યા બાદ જ સભ્ય મતદાન કરી શકે એવી વ્યવસ્થા ગોઠવાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news