કોંગ્રેસની પાંચમી યાદી જાહેર, જાનો કોને મળી ક્યાંથી ટિકિટ, બોટાદ પર ઉમેદવાર બદલાયા
Gujarat Elections 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ જાહેર કરી પાંચમી યાદી...બોટાદ બેઠક પર રમેશ મેરના બદલે મનહર પટેલને આપી ટિકિટ..પ્રથમ તબક્કાની તમામ બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારો જાહેર...
Trending Photos
Gujarat Elections 2022 ગૌરવ પટેલ/અમદાવાદ : ગુજરાત કોંગ્રેસ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની પાંચમી યાદી જાહેર કરી છે. જેમાં 6 બેઠકો પર ઉમેદવાર જાહેર કરાઈ છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા બોટાદ બેઠક પર ઉમેદવાર બદલાયો છે. ગઈકાલે કોંગ્રેસ દ્વારા બોટાદ પરથી રમેશ મેરને ટિકિટ અપાઈ હતી, પરંતુ તેના બાદ મનહર પટેલે પક્ષ સામે નારાજગીનો સૂર વ્યક્ત કર્યો હતો. તેના બાદ કોંગ્રેસે આજે પાંચમી યાદીમાં રમેશ મેરનુ નામ બદલીને મનહર પટેલનુ નામ જાહેર કર્યું છે. આ સાથે જ ગુજરાત કોંગ્રેસના પ્રથમ તબક્કાની તમામ બેઠકો માટેના ઉમેદવાર જાહેર થઈ ગયા છે.
બોટાદ - મનહર પટેલ (રમેશ મેરને બદલીને મનહર પટેલને ટિકિટ)
ધ્રાંગ્રધા - છત્તરસિંહ ગુંજારિયા
મોરબી - જયંતી પટેલ
રાજકોટ પશ્ચિમ - મનસુખભાઈ કાલરિયા
જામનગર ગ્રામ્ય - જીવન કુંભારવાડિયા
ગરિયાધાર - દિવ્યેશ ચાવડા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે પાંચમી યાદી જાહેર કરી છે. જેમાં બોટાદ બેઠક પર રમેશ મેરના બદલે મનહર પટેલને ટિકિટ આપી છે. ગઈકાલે કોંગ્રેસ બોટાદ બેઠક પર રમેશ મેરને ઉમેદવાર જાહેર કર્યા હતા. બાદ તેના બાદ મનહર પટેલે પાર્ટી સામે બળવો પોકાર્યો હતો. બોટાદ બેઠક પર જાહેર થયેલ કોંગ્રેસના ઉમેદવાર સામે દાવેદારોનો રોષ ફાટી નીકળ્યો હતો. બોટાદ માટે દાવેદારી કરતા મનહર પટેલે શનિવારે રાત્રે ટ્વીટ કરી મનોવ્યથા ઠાલવી હતી. જેમાં તેમણે બોટાદ વિધાનસભા માટે પોતાને સાચા ઉમેદવાર ગણાવ્યા હતા. તેમણે ટ્વીટમાં કહ્યુ હતું કે, 107 બોટાદ વિધાનસભાનો કોંગ્રેસ પક્ષનો હું સાચો ઉમેદવાર છું, કોંગ્રેસ પક્ષ મારા પક્ષને સમર્પિત આગેવાન સાથે પક્ષનો નિર્ણય સ્વીકાર્ય નથી, મારી સાથે 2017નું પુનરાવર્તન થયું. જે પક્ષના વિશાળ હિતમા નથી. આ સાથે જ તેમણે ટ્વીટમાં રામ કિશન ઓઝા રધુ શર્મા અશોક ગહેલોત અને રાહુલ ગાંધીને ટેગ કર્યા હતા. જેના બાદ પાર્ટીને પોતાનો નિર્ણય બદલવો પડ્યો હતો.
આ સાથે જ પ્રથમ તબક્કાની તમામ બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારો જાહેર થઈ ગયા છે. તો બીજી તરફ, ભાજપના બાકી રહેલા 16 ઉમેદવારો માટે હજી મંથન ચાલી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીમાં જાહેર થયેલા ઉમેદવારોને લઈ અસંતોષનો મામલો જોવા મળ્યો છે. ડેમેજ કંટ્રોલ માટે ખુદ અમિત શાહ ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા છે. છેલ્લા ૧ કલાકથી વધુ સમયથી બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં અમિત શાહ સાથે સી આર પાટીલ, ભૂપેન્દ્ર પટેલ, પ્રદીપ સિંહ વાઘેલા, મનસુખ માંડવીયા સહિતના નેતાઓ હાજર છે. હજુ પણ ૩ થી ૪ કલાક સુધી બેઠક બેઠક ચાલી શકે છે. બાકી રહેલા ૧૬ ઉમેદવાર મામલે પણ બેઠકમાં થઈ ચર્ચા થઈ રહી છે. જેના બાદ મોડી રાત્રે અથવા આવતીકાલે બાકી રહેલા ઉમેદવારોની યાદી જાહેર થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે