Good News: કિસાનોને 5 લાખ રૂપિયા આપી રહી છે સરકાર, આ રીતે ઉઠાવી શકો છો ફાયદો

Subsidy On Drones: કિસાનોને વધુ ફાયદો મળે તે માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે. કિસાનોની આવક વધારવા માટે સરકાર ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહિત કરી રહી છે. સરકાર ડ્રોન ખરીદવા માટે સબ્સિડી આપી રહી છે. 

Good News: કિસાનોને 5 લાખ રૂપિયા આપી રહી છે સરકાર, આ રીતે ઉઠાવી શકો છો ફાયદો

નવી દિલ્હીઃ Subsidy On Drones: કેન્દ્ર સરકાર ખેતીવાડીમાં ડ્રોન (Drone) ના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે. ડ્રોનના ઉપયોગથી વધુ કમાણી કરી શકાય છે. ખેતીવાડીમાં ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહિત કરવા માટે તેની ખરીદી કરવા સરકાર ખેડૂતોને સબ્સિડી આપી રહી છે. સરકાર કિસાનોને ડ્રોનના ખર્ચના 50 ટકા સબ્સિડીના દરથી વધુમાં વધુ 5 લાખ રૂપિયાની નાણાકીય સહાયતા ઉપલબ્ધ કરાવી રહી છે. 

કોને મળશે સબ્સિડી (Drone Subsidy Scheme)
ખેતીમાં ખર્ચ ઓછો કરવા અને કિસાનોની આવક વધારવાના ઉદ્દેશ્યથી કિસાનોને ડ્રોનની ખરીદ પર સબ્સિડી (Drone Subsidy) આપવામાં આવી રહી છે. નાના અને સીમાંત કિસાન, મહિલા કિસાન અને ઉત્તર પૂર્વી રાજ્યોના કિસાનોને ડ્રોનના ખર્ચથી 50 ટકા દરથી વધુમાં વધુ 5 લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાયતા આપવામાં આવે છે. અન્ય કિસાનોને ડ્રોન ખરીદવા પર 40 ટકા કે વધુમાં વધુ 4 લાખ રૂપિયાની સબ્સિડી મળે છે. 

Drone Subsidy Scheme

Drone ના ફાયદા
ડ્રોનની મદદથી કિસાન ખેતરમાં રહેલા પાક પર ખાતર અને અન્ય કીટનાશકો પર દવા ઓછા સમયમાં અને સરળતાથી છાંટી શકશે. તેનાથી કિસાનોનો સમય બચશે. સાથે કીટનાશક, દવા અને ખાતરની પણ બચત થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news