કોંગ્રેસના ગઢમાં કમળ ખીલ્યું, મોરબીમાં અત્યંત પાતળી લીડથી જીત્યા બ્રિજેશ મેરજા 

કોંગ્રેસના ગઢમાં કમળ ખીલ્યું, મોરબીમાં અત્યંત પાતળી લીડથી જીત્યા બ્રિજેશ મેરજા 
  • 17 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર બ્રિજેશભાઈ મેરજા 1022 મતથી આગળ નીકળી ગયા છે. આમ, 17 રાઉન્ડ પછી મોરબીમાં ભાજપ 1022 મતે આગળ આવી ગયુ છે. છેલ્લાં 3 રાઉન્ડમાં મોરબીમાં ભાજપના બ્રિજેશ મેરજાએ કોંગ્રેસના જયંતીલાલ પટેલે મેળવેલી સરસાઈ કાપી અને હવે આગળ નીકળી ગયા

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતની વિધાનસભાની મોરબી બેઠકની પેટાચૂંટણીનું પરિણામ આવી ગયું છે. જોકે, એકમાત્ર મોરબી બેઠક પર અત્યંત રસાકસીભર્યા માહોલ વચ્ચે અંતે ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાની જીત થઈ હતી અને કોંગ્રેસના જયંતી પટેલ હાર્યા હતા. કોંગ્રેસનો ગઢ મનાતી આ બેઠક પર જયંતી પટેલે બ્રિજેશ મેરજાને બરાબરની ટક્કર આપી હતી. શરૂઆતના અનેક રાઉન્ડમાં બ્રિજેશ મેરજા પાછળ રહ્યા હતા. પરંતુ બાદના રાઉન્ડમાં બ્રિજેશ મેરજાનું નસીબ ચમક્યુ હતું. તેમની લીડ વધતી ગઈ હતી, અને અંતે બહુ જ પાતળી સરસાઈથી બ્રિજેશ મેરજા જીત્યા હતા. 

આ બેઠક પર ભાજપે કોંગ્રેસમાંથી આયાતી ઉમેદવાર બ્રિજેશ મેરજાને ટિકીટ આપી હતી. પરંતુ કોંગ્રેસનું ગઢ મનાતી આ બેઠક પર ભાજપ નહિ ફાવે તેવું શરૂઆતના પેટાચૂંટણી (byelection) ના પરિણામોને જોઈને લાગી રહ્યું હતું. મોરબી (morbi) બેઠકના શરૂઆતના રાઉન્ડથી જ ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા (brijesh merja) પાછળ ચાલી રહ્યાં હતા. ત્યારે શરૂઆતમાં મોરબી બેઠક પર કોગ્રેસનો ઘોડો વિનમાં છે તેવું લાગ્યું હતું. 8માંથી આ એકમાત્ર બેઠક એવી હતી, જ્યાં ભાજપના ઉમેદવાર પાછળ ચાલી રહ્યા હતા, બાકીની 7 બેઠકો પર ભાજપના ઉમેદવારો જીત તરફ આગળ વધી રહ્યાં હતા. જોકે, આખરે મોરબીમાં પણ કમળ ખીલ્યું હતું. 

કરજણ બેઠક પર પક્ષપલટુ અક્ષય પટેલને જાકારો, શરૂઆતના ટ્રેન્ડમાં કોંગ્રેસ આગળ, જુઓ  Live

મોરબીમાં બ્રિજેશ મેરજા કોંગ્રેસની સરસાઈ કાપી આગળ આવ્યા 
મોરબી માળીયા બેઠક પર 17 રાઉન્ડની મત ગણતરી પૂર્ણ થઈ. ત્યારે 17 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા આગળ નીકળી ગયા છે. 17 રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર જયંતી પટેલને 27739 મત મળ્યા છે. તો ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાને 28761 મત મળ્યા છે. 17 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર બ્રિજેશભાઈ મેરજા 1022 મતથી આગળ નીકળી ગયા છે. આમ, 17 રાઉન્ડ પછી મોરબીમાં ભાજપ 1022 મતે આગળ આવી ગયુ છે. છેલ્લાં 3 રાઉન્ડમાં મોરબીમાં ભાજપના બ્રિજેશ મેરજાએ કોંગ્રેસના જયંતીલાલ પટેલે મેળવેલી સરસાઈ કાપી અને હવે આગળ નીકળી ગયા છે. 

પરિણામ પર એક નજર.... 

  • સવારે 10.30 કલાકે મોરબી માળીયા બેઠક પર સાત રાઉન્ડની મત ગણતરી પૂર્ણ થઈ છે. સાત રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર જયંતી પટેલ આગળ ચાલી રહ્યા છે. સાત રાઉન્ડના અંતે બ્રિજેશ મેરજાને 8918 મત મળ્યા છે. તો કોંગ્રેસના ઉમેદવાર જયંતી પટેલને 12187 મત મળ્યા છે. આમ, સાત રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર જયંતી પટેલ 3269 મતથી આગળ ચાલી રહ્યા છે. 

  • સવારે 10.00 કલાકે મોરબી માળીયા બેઠક ઉપર કોંગ્રેસનો ઘોડો વિનમાં છે. 6 રાઉન્ડના અંતે કોંગ્રેસ આગળ જયંતિભાઇ પટેલને 10304 મત મળ્યા છે. તો ભાજપના બ્રિજેશ મેરજાને 7365 મત મળ્યા છે. છ રાઉન્ડના અંતે જયંતીભાઈ પટેલ 2939 મતથી આગળ ચાલી રહ્યા છે. તો છ રાઉન્ડના અંતે નોટાને 518 મત મળ્યા છે. 

  • મોરબી-હાલમાં માળિયા વિસ્તારની મત ગણતરી ચાલી રહી છે. માળિયામાં અપક્ષ ઉમેદવાર નિઝામ મોવરને 1548 મત મળ્યા. તો પરમાર વસંતલાલ 914 મત મળ્યા. માળિયા વિસ્તાર કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. અહીં અપક્ષની રણનિતી કોને ફાયદો કરે છે તેના પર સૌની નજર છે. 

    સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

    Trending news