રાજસ્થાનના કુશલગઢમા 37 કોરોના પોઝિટિવ, ગુજરાત બોર્ડરનાં 3 જિલ્લામાં ફફડાટ
Trending Photos
સંતરામપુર : દાહોદ અને મહીસાગર જિલ્લાને છેડે આવેલી રાજસ્થાન બોર્ડર પર રાજસ્થાના બાસવાડા જિલ્લાના કુશલગઢમાં કોરોનાના એક સાથે 37 કેસ પોઝિટિવ આવ્યા છે. જેના પગલે ગુજરાતના રાજસ્થાન બોર્ડર પરનાં ગામડાઓ અને તંત્રમાં ઉચાટ વધ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ગામડાઓમાં આંતરિક વ્યવહાર ચાલતો રહે છે.
હાલ તો બોર્ડર સીલ કરી દેવાઇ છે અને રસ્તાઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે. લોકોને બોર્ડર પરના રસ્તાઓ પરથી પસાર થવા દેવામાં આવતા નથી. જો કે પોલીસ બંદોબસ્ત દરેક ગામમાં શક્ય નથી અને ગામડાઓના આંતરિક વિસ્તારો દ્વારા લોકો અવર જવર કરતા હોય છે. જેથી આ લોકોમાં આંતરિક વ્યવહાર ઘટે તે જરૂરી છે.
દાહોદ અને મહીસાગર જિલ્લાના સીમાડાના રાજસ્થાનના કુશલગઢ ખાતે કોરોના વાયરસનો ભારે કહેર જોવા મળી રહ્યો છે. જેના પગલ દાહોદ અને મહીસાગર જિલ્લાની બોર્ડર સીલ કરી દેવાઇ છે. ગુજરાત બોર્ડરના દાહોદ અને મહીસાગર જિલ્લામાં લોકોમાં કોરોના વાયરસ ન ફેલાય તે માટે તંત્ર દ્વારા આગમચેતીરૂપ પગલા ભરવામાં આવી રહ્યા છે. જો કે સ્થાનિક નાગરિકો સમજે તે પણ તેટલું જ જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે