Gujarat Board Result 2023: આવતીકાલે ગુજરાત બોર્ડનું 10માનું પરિણામ, જાણો કેવી રીતે કરશો ચેક

GSEB Board 10th Result 2023:  ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10નું આવતીકાલે પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. પરિણામ જોવા માટે gseb.org વેબસાઇટ પર આ રિઝલ્ટ જોઈ શકશો.

 Gujarat Board Result 2023: આવતીકાલે ગુજરાત બોર્ડનું 10માનું પરિણામ, જાણો કેવી રીતે કરશો ચેક

Gujarat Board 10th Result 2023: ગુજરાત બોર્ડ 10માના પરિણામો આવતીકાલે એટલે કે 25 મે 2023ના રોજ જાહેર થશે. ગુજરાત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ gseb.org પર તેમની માર્કશીટ ચેક કરી શકશે. ગુજરાત બોર્ડે 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરી દીધું છે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, ધોરણ 10ની બોર્ડની પરીક્ષા 14 થી 28 માર્ચ, 2023 દરમિયાન લેવામાં આવી હતી. જ્યારે ધોરણ 12ની પરીક્ષા 14 માર્ચથી 25 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. પરિણામ જાહેર થયા પછી, તમે નીચે આપેલા સ્ટેપથી માર્કશીટ તપાસી શકશો.

GSEB SSC HSC Result આ રીતે કરો ચેક

  • સ્ટેપ 1- પરિણામ તપાસવા માટે, પ્રથમ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.
  • સ્ટેપ 2- હોમ પેજ પર Check Gujarat Board Result ની લિંક પર ક્લિક કરો.
  • સ્ટેપ 3- આગલા પૃષ્ઠ પર રોલ નંબર દાખલ કરીને લોગિન કરો.
  • સ્ટેપ 4- પરિણામ સ્ક્રીન પર દેખાશે.
  • સ્ટેપ 5- પરિણામ તપાસ્યા પછી, પ્રિન્ટ લો અને હાર્ડ કોપી રાખો.

WhatsApp પર ગુજરાત બોર્ડનું Gujarat Board Result

ગુજરાત બોર્ડ વિદ્યાર્થીઓને WhatsApp પર માર્કશીટ ચેક કરવાનો વિકલ્પ આપે છે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર તેમનો સીટ નંબર મોકલીને પણ તેમનું પરિણામ મેળવી શકે છે. વધુ વિગતો માટે, તમે સૂચના જોઈ શકો છો. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, 10મીની પરીક્ષા પાસ કરવા માટે, વિદ્યાર્થીઓએ દરેક વિષયમાં ઓછામાં ઓછા 33% માર્ક્સ મેળવવાના રહેશે. જે વિદ્યાર્થીઓ એક કે બે ગુણથી પાછળ છે તેમના માટે કમ્પાર્ટમેન્ટનો વિકલ્પ છે.

વર્ષ 2022 માં, GSEB SSC 10માનું પરિણામ 6 જૂને જાહેર કરવામાં આવ્યું હતું. જીએસઈબી એસએસસી 10મા પરિણામની સાથે બોર્ડના અધિકારીઓ દ્વારા સંસ્કૃત 1 લી પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં પાસ થવાની ટકાવારી 65.18 ટકા રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news