સાળંગપુરના કોઠારી સ્વામીનું ધીરેન્દ્ર શાસ્ત્રીને સમર્થન, કહ્યું; 'કોઈ અંધશ્રદ્ધા ફેલાવતા નથી, તેઓ હનુમાન ભક્ત'
Dhirendra Shastri News: સાળંગપુર ધામના કોઠારી સ્વામી વિવેક સાગર સ્વામીએ જણાવ્યું હતું કે, હું પણ હનુમાન ભક્ત છું અને ધીરેન્દ્ર શાસ્ત્રી પણ હનુમાન ભક્ત છે.
Trending Photos
રઘુવીર મકવાણા/બોટાદ: બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ શહેરમાં દિવ્ય દરબાર ભરાવા જઈ રહ્યા છે. બાબાની ગુજરાત મુલાકાત પહેલા કેટલીક જગ્યાએ વિરોધના વંટોળ ઉઠ્યા છે, તો કેટલાંક બાબાના સમર્થનમાં છે. આ વચ્ચે બોટાદના સાળંગપુર ધામના કોઠારી સ્વામી વિવેક સાગર સ્વામીએ ધીરેન્દ્ર શાસ્ત્રીને સમર્થન આપ્યું છે.
વિશ્વ વિખ્યાતશ્રી કષ્ટભંજન દેવ હનુમાજી મંદિર સાળંગપુર ધામના કોઠારી સ્વામી અને વિવેક સાગર સ્વામીએ બાગેશ્વર ધામને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. સાળંગપુર ધામના કોઠારી સ્વામી વિવેક સાગર સ્વામીએ જણાવ્યું હતું કે, હું પણ હનુમાન ભક્ત છું અને ધીરેન્દ્ર શાસ્ત્રી પણ હનુમાન ભક્ત છે. અમે હનુમાજી દાદાને પ્રાર્થના કરીએ કે આ કાર્યક્રમ સફળ થાય ગુજરાતની તમામ જનતા જોડાઈ. અત્યારે સત્ય સનાતન હિન્દૂ ધર્મનો ડંકો વાગી રહ્યો છે ત્યારે બાગેશ્વર ધામથી ધીરેન્દ્ર શાસ્ત્રી હનુમાનજી મહારાજને લઈને દેશ અને દુનિયામાં નીકળ્યા છે ત્યારે વિરોધ થાય તેના ઉપર ધ્યાન ન આપવું, ધીરેન્દ્ર શાસ્ત્રીને સમર્થન આપવું જોઈએ.
તેમણે ઉમેર્યું હતું કે, ધીરેન્દ્ર શાસ્ત્રી કોઈ અંધશ્રદ્ધા ફેલાવતા નથી. લાખો લોકો જ્યારે દરબારમાં જોડાતા હોય છે. સ્વયંભૂ જેને જેવો અનુભવ થતો હોય તેવું લોકો બોલતા હોય છે. બાકી વિરોધ કરવા વાળને કોઈ શંકા હોય તો તે પણ દરબારમાં જોડાઈ શકે છે.
આપને જણાવી દઈએ કે, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત આવી રહ્યા હોવાના સમાચાર સામે આવતા જ અમદાવાદ, સુરત, રાજકોટથી તેમને ખુલ્લી ચેલેન્જો આપવામાં આવી રહી હતી. રાજકોટ વિજ્ઞાન જાથાએ ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને મંજૂરી ન આપવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે