Bank Holidays in June 2023: જૂનમાં કુલ 12 દિવસ બેંકો બંધ રહેશે, જો તમે 2000 ની નોટ બદલવા માંગતા હોવ તો લિસ્ટ ચેક કરી લેજો

Bank Holidays Calendar June 2023: હવે બેંકોને લગતા મોટા ભાગના કામ ઓનલાઈન થાય છે. પરંતુ હજુ પણ ખાતું ખોલાવવું, ચેક સંબંધિત કામ અને એવા ઘણા કામ છે, જેના માટે બેંકની શાખામાં જવું જરૂરી છે. બેંક શાખામાં જતા પહેલાં તમારે જૂન 2023 માં બેંકની રજાઓ (Bank Holidays in Jun 2023) વિશે જાણવું આવશ્યક છે.

Bank Holidays in June 2023: જૂનમાં કુલ 12 દિવસ બેંકો બંધ રહેશે, જો તમે 2000 ની નોટ બદલવા માંગતા હોવ તો લિસ્ટ ચેક કરી લેજો

Bank Holidays in June 2023: બેંકો જૂન મહિનામાં કુલ 12 દિવસ માટે બંધ રહેશે. જો તમે 2000ની નોટ બદલવા માટે બેંકમાં જવાનું વિચારી રહ્યા છો, તો પહેલા બેંકોમાં રજાઓનું લિસ્ટ જાણી લો. બેંકોમાં દર બીજા અને ચોથા શનિવારે રજા હોય છે.

બાય ધ વે, હવે બેંકોને લગતા મોટા ભાગના કામ ઓનલાઈન થાય છે. પરંતુ હજુ પણ ખાતું ખોલાવવું, ચેક સંબંધિત કામ અને એવા ઘણા કામ છે, જેના માટે બેંકની શાખામાં જવું જરૂરી છે. બેંક શાખામાં જતા પહેલાં તમારે જૂન 2023 માં બેંકની રજાઓ (Bank Holidays in Jun 2023) વિશે જાણવું આવશ્યક છે. એવું ન થવું જોઈએ કે તમે બેંકની શાખામાં જાઓ અને બેંકની રજા હોય. આ મહિને એટલે કે જૂનમાં વિવિધ ઝોનમાં કુલ 12 દિવસ બેંકો બંધ રહેશે. અઠવાડિયાના દરેક રવિવાર ઉપરાંત બીજા અને ચોથા શનિવારનો પણ સમાવેશ થાય છે. 24, 25, 26 જૂન અને 28, 29, 30 જૂને પણ લોંગ વીકએન્ડ આવી રહ્યું છે. ચાલો જાણીએ કે જૂન મહિનામાં બેંકની રજાઓ કઈ તારીખે છે.

જૂનમાં બેંક રજાઓની યાદી

4 જૂન, 2023- રવિવારની સાપ્તાહિક રજાના કારણે બેંકો બંધ રહેશે.

10 જૂન, 2023- બીજા શનિવારના કારણે બેંકોમાં રજા રહેશે.

11 જૂન, 2023- રવિવારના કારણે બેંકોમાં રજા રહેશે.

15 જૂન 2023- મિઝોરમ અને ઓડિશામાં રાજા સંક્રાંતિ અને YMA દિવસને કારણે બેંકો બંધ રહેશે.

18 જૂન 2023- રવિવારના કારણે બેંકો બંધ રહેશે.

20 જૂન 2023- રથયાત્રાને કારણે મણિપુર અને ઓડિશામાં બેંકો બંધ રહેશે.

24 જૂન, 2023- ચોથા શનિવારના કારણે બેંકોમાં રજા રહેશે.

25 જૂન 2023- રવિવારના કારણે બેંકો બંધ રહેશે.

26 જૂન 2023- ખર્ચી પૂજાને કારણે માત્ર ત્રિપુરામાં બેંકો બંધ રહેશે.

28 જૂન 2023- મહારાષ્ટ્ર, જમ્મુ કાશ્મીર અને કેરળમાં બકરી ઈદના કારણે આ દિવસે બેંકો બંધ રહેશે.

29 જૂન, 2023- બકરી ઈદના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.

30 જૂન, 2023- રીમા ઈદ ઉલ અઝહાના કારણે મિઝોરમ અને ઓડિશામાં બેંક રજા રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news