ગુજરાત ATSએ માંડવી પાસેથી 1 કરોડના બ્રાઉન સુગર સાથે બે શખ્સની કરી ધરપકડ
ગુજરાત ATSએ કચ્છ ભુજના માંડવીમાં સફળ ઓપરેશન કરી 1 કિલો બ્રાઉન સુગરની હેરાફેરી થતી અટકાવીને એક કરોડ રૂપિયોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ડ્રગ્સની હેરાફેરી કરતા 2 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. માંડવીથી 2 કિમી દૂર કોડાઈ ત્રણ રસ્તા પાસેથી આ ડ્રગ કેરિયરો બાઈક પરથી પસાર થવાના હોવાની ચોક્કસ બાતમી આધારે ગુજરાત ATS ની ટીમે રેડ કરી હતી.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ: ગુજરાત ATSએ કચ્છ ભુજના માંડવીમાં સફળ ઓપરેશન કરી 1 કિલો બ્રાઉન સુગરની હેરાફેરી થતી અટકાવીને એક કરોડ રૂપિયોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ડ્રગ્સની હેરાફેરી કરતા 2 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. માંડવીથી 2 કિમી દૂર કોડાઈ ત્રણ રસ્તા પાસેથી આ ડ્રગ કેરિયરો બાઈક પરથી પસાર થવાના હોવાની ચોક્કસ બાતમી આધારે ગુજરાત ATS ની ટીમે રેડ કરી હતી.
ગુજરાત એટીએસની ટીમે સામેજા નાદીર હુસૈન ઉર્ફ રાજા અબ્દુલ સત્તાર અને ઉમદ વાધેર નામના શખ્સને ઝડપી પાડ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે, પકડાયેલ આ બ્રાઉનસુગરની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 1 કરોડ જેટલી છે. ઉલ્લેખનીય છે કે, ડ્રગ માફિયાઓ ગુજરાતને સોફ્ટ ટાર્ગેટ માની અવાર નવાર દરિયાકિનારેથી પણ ડ્રગ્સની હેરાફેરી કરતા પકડાયેલ છે.
ગુજરાત એટીએસની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, કે આ બ્રાઉન સુગર ક્યાંથી આવ્યું હતું અને કોને આપવાંનું હતું. ગુજરાતના દરિયા કિનારે અનેક વાર સમુદ્ધ માર્ગે નશાયુક્ત પદાર્થોની હેરાફેરી કરવામાં આવતી હોય છે. ત્યારે ગુજરાત એટીએસ દ્વારા ચોક્કસ બાતમીને આધારે 1 કરોડના બ્રાઉન સુગરનો જથ્થો ઝડપી પાડ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે