8 ઓગસ્ટે પ્રણવ મુખર્જીને મળશે ભારત રત્ન, રાષ્ટ્રપતિ કરશે સન્માનિત

પ્રણવ મુખર્જી જુલાઇ 2012થી જુલાઇ 2017 સુઘી દેશના રાષ્ટ્ર્પતિ રહ્યા આ પહેલા તેમણે નાણા, રક્ષા અને વિદેશ જેવા મહત્વના મંત્રાલયોની જવાબદારી પણ સંભાળી હતી.

8 ઓગસ્ટે પ્રણવ મુખર્જીને મળશે ભારત રત્ન, રાષ્ટ્રપતિ કરશે સન્માનિત

નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને 8મી ઓગસ્ટે ભારતના સર્વોચ્ચ નાગરિકના સન્માન આપવામાં આપાવામાં આવશે. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રાષ્ટ્રપતિના હસ્તે પ્રણવ મુખર્જીને 8 ઓગસ્ટે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. આ વર્ષે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સિવાય સમાજ સેવક નાનાજી દેશમુખ અને પ્રસિદ્ધ સંગીતકાર અને ગાયક ભૂપેન હઝારિકાને ભારતરત્ન આપવાની જાહેરાત કરવામાં આવી છે. પ્રણવ મુખર્જી જુલાઇ 2012થી જુલાઇ 2017 સુઘી દેશના રાષ્ટ્ર્પતિ રહ્યા આ પહેલા તેમણે નાણા, રક્ષા અને વિદેશ જેવા મહત્વના મંત્રાલયોની જવાબદારી પણ સંભાળી હતી.

કોંગ્રેસે પ્રણવ મુખર્જીને ભારત રત્ન આપવાને લઇને સ્વાગત કર્યું
કોંગ્રેસના નેતાઓએ પ્રણવ મુખર્જીને ભારત રત્ન આપવાના નિર્ણયનું સ્વાગત કર્યું હતું. ભારત રત્ન મળવાના નિર્ણયની જાહેરાત થયા બાદ પ્રણવ મુખર્જીએ તેમના સંદેશમાં કહ્યું હતું કે, હું ભારતના લોકો પ્રત્યેથી મળતી વિનમ્રતાની સાથે પ્રેમ અને ભાવનાઓથી આ મહાન સન્માન ભારત રત્નનો સ્વિકાર કરુ છું. હું હમેશા બોલ્યો છું અને બોલતો રહીશ કે, મને મારા મહાન દેશ કરતા હંમેશા વધુ મળ્યું છે, જેટલુ મે તેમને આપ્યું છે.

કર્નાટકમાં બીજેપી સોમવારે સાબિત કરશે બહુમત, ધારાસભ્યોની હોટલમાં બેઠક

મુખર્જી 47વર્ષની ઉંમરે સૌથી નાની ઉંમરના નાણામંત્રી બન્યા 
મુખર્જી 1982માં 47 વર્ષની ઉંમરમાં દેશના સૌથી નાની ઉંમરના નાણામંત્રી બન્યા હતા. વર્ષ 2004થી તેમણે ત્રણ મહત્વપૂર્ણ મંત્રાલયો વિદેશ મંત્રાલય, રક્ષા અને નાણા મંત્રાલયનું કામકાજ સંભાળ્યું હતું. ‘પ્રણવ દા’ના નામથી ફેમસ થયેલા પ્રણવ મુખર્જી 2012થી 2017 સુધી દેશના રાષ્ટ્રપતિ રહ્યા હતા.

પીએમ મોદીએ આપી શુભકામનાઓ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ભારત રત્ન આપાવાની જાહેરાત પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, મુખર્જીએ નિસ્વાર્થ કાર્યો કરી દેશની વિકાસ યાત્રા પર તેમની મજબૂત છાપ છોડી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યુ કે, પ્રણવ દા એક સમયના ઉત્કૃષ્ઠ રાજનેતા છે. તેમણે દશકો સુધી દેશની નિસ્વાર્થ સેવા કરી છે. અને દેશની વિકાસ યાત્રામાં મજબૂત છાપ છોડી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news