વિધાનસભાની વાતઃ ગઢડામાં આ વખતે શું છે ગડબડ? જાણો ભાજપ-કોંગ્રેસ કે પછી પ્રજા આપને આપશે મોકો

Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાતઃ બોટાદની ગઢડા બેઠક અનુસૂચિત જાતિના લોકો માટે રિઝર્વ બેઠક છે. આ સીટ પર અત્યાર સુધી પેરાશૂટ ઉમેદવારો જ ઉતારવામાં આવ્યા છે. અહીંયા 2020માં પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપની જીત થઈ હતી. જોકે 2017માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે જીત નોંધાવી હતી. 

વિધાનસભાની વાતઃ ગઢડામાં આ વખતે શું છે ગડબડ? જાણો ભાજપ-કોંગ્રેસ કે પછી પ્રજા આપને આપશે મોકો

ઝી બ્યૂરો, અમદાવાદઃ બોટાદ જિલ્લાની ગઢડા વિધાનસભા બેઠક ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સીટ 1967માં અસ્તિત્વમાં આવી અને 1980માં તેને અનુસૂચિત જાતિ માટે આરક્ષિત જાહેર કરવામાં આવી હતી. અહીંયા 2020માં પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપની જીત થઈ હતી. જોકે 2017માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે જીત નોંધાવી હતી. 

જાતિગત સમીકરણ:
ગઢડા બેઠક પર કોળી, દલિત અને પાટીદાર સમુદાયના મતદારો સૌથી વધુ છે. આ બેઠક પર પટેલ મતદાતા 53,650, કોળી 45,680, ક્ષત્રિય 9,954, બ્રાહ્મણ 5,295, ભરવાડ 11,063, રાજપુત 10,936, આહિર 7,574, લઘુમતી 17,938, લુહાર-સુથાર 5,395, પ્રજાપતિ 4,950, દલિત 11,250, અન્ય 4,507 મતદારોનો દબદબો છે. 

વિધાનસભા ચૂંટણીમાં ગઢડાનો ટ્રેક રેકોર્ડઃ 
વર્ષ        વિજેતા                                                    પક્ષ  

1967         દરબાર સાહેબ રણજીતસિંહજી ગોહિલ    અપક્ષ 

1972       લખમણ ગોટી                                       કોંગ્રેસ 

1975       પ્રતાપ શાહ                                           કોંગ્રેસ 

1980       બચુ ગોહેલ                                            કોંગ્રેસ 

1985       કાંતિ ગોહિલ                                          કોંગ્રેસ 

1990       મગનલાલ રાણવા                                   ભાજપ 

1995       આત્મારામ પરમાર                                  ભાજપ 

1998       આત્મારામ પરમાર                                  ભાજપ 

2002       પ્રવીણ મારુ                                           કોંગ્રેસ 

2007       આત્મારામ પરમાર                                 ભાજપ 

2012       આત્મારામ પરમાર                                 ભાજપ 

2017       પ્રવીણ મારુ                                          કોંગ્રેસ 

2020       આત્મારામ પરમાર                                 ભાજપ 

(પેટાચૂંટણી) 

ગઢડામાં મતદારો:
ગઢડા બેઠક પર કુલ મતદારોની સંખ્યા 2 લાખ 50 હજાર 989 છે. જેમાંથી પુરૂષ મતદાતા 1 લાખ 30 હજાર 662 અને મહિલા મતદાતા 1 લાખ 20 હજાર 326 છે. જેના માટે કુલ 382 મતદાન મથક બનાવવામાં આવ્યા છે. 

ગઢડાના લોકોની સમસ્યા: 
ગઢડા વિધાનસભા બેઠક અનુસૂચિત જાતિ માટે આરક્ષિત  છે. આથી આ સીટ પર ચૂંટણી લડવા માટે હંમેશા બહારના ઉમેદવારને પસંદ કરવામાં આવે છે. અહીંયા નેતાઓના પક્ષપલટાના કારણે લોકોને પેટાચૂંટણીનો સમસ્યા કરવો પડે છે. જેમાં લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. આ વિસ્તારમાં મોટાભાગે લોકો ખેડૂત અને ગામડામાં રહેનારા છે. અહીંયા મોટાભાગે લોકો ખેતી કરે છે. કોઈપણ મોટા ઉદ્યોગો નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news