ચૂંટણી પહેલાં અમદાવાદઓને મળશે મોટી ભેટ, હવે ઉકેલાઈ જશે ખારીકટ કેનાલનું કોકડું!
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં અમદાવાદીઓને મળવા જઈ રહી છે ખુબ મોટી ભેટ. લાંબા સમયથી અટકી પડેલાં પ્રોજેક્ટને અમદાવાદ ફરી લીલી ઝંડી મળી.
- ચૂંટણી પહેલાં ભાજનો માસ્ટર સ્ટ્રોક
- AMC દ્વારા લેવાયો મોટો નિર્ણય
- બદલાઈ જશે અમદાવાદની સુરત
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીએ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા પ્રજાલક્ષી કામોને વેગ આપવામાં આવી રહ્યો છે. ભાજપ હંમેશાની જેમ ચૂંટણી આચારસંહિતા લાગે તે પહેલાં પોતાના નક્કી કરાયેલાં વિવિધ પ્રોજેક્ટના લોકોર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિ-પૂજન સહિતના આયોજનો કરીને વિવિધ પ્રકલ્પો ખુલ્લા મુકે છે. ત્યારે ચૂંટણી પહેલાં અમદાવાદીઓને વધીએ મોટી ભેટ મળવા જઈ રહી છે. ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણી પહેલાં અમદાવાદમાં વર્ષોથી બંધ પડેલાં ખારીકટ કેનાલના ડેવલોપમેન્ટનું બંધ પડેલું કામ હાથ પર લેવામાં આવશે.
એટલું જ નહીં અમદાવાદ મનપા દ્વારા આગામી બે વર્ષમાં ખારીકટ કેનાલને અંડર ગ્રાઉન્ડ કરવાનું પણ સરકારનું આયોજન છે. AMCની વોટર કમિટીમાં આ અંગે અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત AMC દ્વારા જે બે વર્ષમાં ત્રણ ફેઝમાં કામ પૂર્ણ કરશે. જેમાં નરોડા સ્મશાનથી નવયુગ શાળા સુધી કેનાલનું કામ કાર્ય થશે. તેમદ ઓઢવ ફાયર સ્ટેશનથી થોમસ સ્કૂલ સુધી કેનાલનું સુધી અને ત્યાર બાદ થોમસ સ્કૂલથી વિંઝોલ સુધીનું કેનાલમાં કામ કરવામાં આવશે. ખારીકટ કેનાલના ડેવલોપમેન્ટથી લોકોનો મહત્વનો લાભ થશે. વોટર કમિટીના આ નિર્ણય અમદાવાદીઓએ આવકાર્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી બે વર્ષમાં 1200 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ખર્ચીને ખારીકટ કેનાલના વિકાસનું કામ પુરુ કરવામાં આવશે. જેમાં 30 મીટરનો ખુલ્લો રોડ ખારિકટ કેનાલ પર બનશે જેમાં 5 ટેન્ડરમાંથી 2 ટેન્ડર મંજૂર પણ કરવામાં આવ્યા છે. વોટર કમિટી દ્વારા સત્તાવાર રીતે જણાવાયું હતુંકે, ખારીકટ કેનાલનું ડેવલોપમેન્ટ થશે. તેમણે જણાવ્યું કે, ત્રણ ફેઝમાં કેનાલનું કામ પૂર્ણ થશે. જેમાં રૂપિયા 1200 કરોડના ખર્ચે ખારીકટ કેનાલનું ડેવલોપમેન્ટ કરવામાં આવશે જે માટે 5 ટેન્ડરમાંથી 2 ટેન્ડર મંજૂર પણ કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે