વિધાનસભાની વાતઃ વડોદરા જિલ્લાની અકોટા બેઠક પર શું ભાજપ જીતની હેટ્રિક લગાવી શકશે?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ હવે ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ચૂંટણીપંચ કોઈપણ સમયે તેની જાહેરાત કરી શકે છે. ત્યારે દરેક રાજકીય પક્ષો પોતપોતાની રીતે તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યાં છે. એવામાં વડોદરાની આકોટા બેઠક પર કોણ મારશે બાજી તેના પર સૌની નજર છે....

વિધાનસભાની વાતઃ વડોદરા જિલ્લાની અકોટા બેઠક પર શું ભાજપ જીતની હેટ્રિક લગાવી શકશે?

ઝી બ્યૂરો, અમદાવાદઃ વડોદરા જિલ્લાની અકોટા વિધાનસભા બેઠક 2012માં નવા સીમાંકન પછી અસ્તિત્વમાં આવી. આ વિધાનસભા બેઠક પર કુલ 2,75,425 મતદારો છે. જેમાં 1 લાખ 39 હજાર 623 પુરુષ મતદારો છે. અને 1 લાખ 35 હજાર 708 મહિલા મતદારો છે.  અમદાવાદ: વડોદરા જિલ્લાની અકોટા વિધાનસભા બેઠક વર્ષ 2012માં થયેલા સીમાંકન પછી અસ્તિત્વમાં આવી છે. આ વિધાનસભા મતવિસ્તારમાં જેપી રોડ, તાંદળજા, વાસણા, અકોટા, દીવાળીપુરા, લાયન્સ હોલ રોડ, ગોત્રી રામદેવનગરથી લઈને રાજમહલ રોડ, બાગીખાના, નવાપુરા સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે. 

 શું ભાજપ જીતની હેટ્રિક મારશે? 
અકોટા વિધાનસભા બેઠક પર મુસ્લિમ સમુદાયનો દબદબો હોવા છતાં ભારતીય જનતા પાર્ટી અહીંયા યોજાયેલી બંને 2012 અને 2017ની ચૂંટણીમાં જીત મેળવી ચૂક્યું છે. વર્ષ 2017માં યોજાયેલી ચૂંટણીમાં બીજેપીએ અકોટા વિધાનસભા બેઠક પર સીમા મોહિલે અને કોંગ્રેસે રંજીત ચૌહાણને મેદાનમાં ઉતાર્યા હતા. આ ચૂંટણીમાં સીમા મોહિલેએ જીત મેળવી હતી. સીમા મોહિલે અહીંયાથી ચૂંટણી જીતનારા પહેલા મહિલા નેતા પણ છે. 

વિધાનસભા ચૂંટણીમાં અકોટાનો ટ્રેક રેકોર્ડઃ 
વર્ષ        વિજેતા                       પક્ષ  

2012     સૌરભભાઈ પટેલ       ભાજપ 

2017       સીમા મોહિલે           ભાજપ 

 

અકોટા વિધાનસભા બેઠક પર મતદારો: 
અકોટા વિધાનસભા બેઠક પર કુલ 2,75,425 મતદારો છે. જેમાં 1 લાખ 39 હજાર 623 પુરુષ મતદારો છે. અને 1 લાખ 35 હજાર 708 મહિલા મતદારો છે. જાતિ સમીકરણની દ્રષ્ટિએ વડોદરા શહેરની આ સીટ પર સૌથી વધારે સવર્ણ મતદારો છે. તેની સાથે જ આ સીટ પર મરાઠી અને મુસ્લિમ સમુદાયોનો પણ દબદબો છે. ત્યારે એ જોવાનું રહેશે કે શું ભાજપ અકોટા સીટ પર જીતની હેટ્રિક લગાવી શકે છેકે નહીં?  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news