કોંગ્રેસની આ બેઠક પર ભાજપ ક્યારેય નથી કરી શક્યું કબજો! શું આ વખતે બોરસદમાં થશે બદલાવ?

Gujarat Assembly Election 2022/વિધાનસભાની વાતઃ ગુજરાતના આણંદ જિલ્લાની બોરસદ વિધાનસભા બેઠક કોંગ્રેસ માટે ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સીટ પર ભાજપ હજુ સુધી જીત મેળવી શકી નથી. આણંદ જિલ્લાની બોરસદ વિધાનસભા બેઠક પર કુલ મતદારોની સંખ્યા 2 લાખ 61 હજાર 186 છે. જેમાંથી 1 લાખ 34 હજાર 658 પુરુષ અને 1 લાખ 26 હજાર 523 મહિલા મતદારો છે. કોંગ્રેસના ગઢ બોરસદ વિધાનસભા બેઠક પર શું બીજેપી જાદુ કરશે? જાણો કેવું છે રાજકીય સમીકરણ. 

કોંગ્રેસની આ બેઠક પર ભાજપ ક્યારેય નથી કરી શક્યું કબજો! શું આ વખતે બોરસદમાં થશે બદલાવ?

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતની એક એવી સીટ જ્યાં ભાજપ હજુ સુધી જીત મેળવી શકી નથી. તે છે આણંદ જિલ્લાની બોરસદ વિધાનસભા બેઠક. આથી આ વખતે બોરસદ વિધાનસભા બેઠક ભાજપ માટે મોટી પ્રતિષ્ઠાનો વિષય બની ગયો છે. અહીંયા 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમારે ભાજપના ઉમેદવાર રમણભાઈ સોલંકીને હરાવીને જીત મેળવી હતી. 

બોરસદ બેઠકનું રાજકીય ગણિત:
2012માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં રાજેન્દ્રસિંહ પરમારે ભાજપના ઉમેદવાર રમણભાઈ સોલંકીને હરાવ્યા હતા. બોરસદ વિધાનસભા બેઠક પર 1995થી 2002 સુધી ભરત સોલંકીએ સતત 3 વખત જીત મેળવીને પોતાનો દબદબો સાબિત કર્યો હતો. 

બોરસદ બેઠકનો ટ્રેક રેકોર્ડ: 
વર્ષ          વિજેતા ઉમેદવાર         પક્ષ 

1962        મગનભાઈ પટેલ          સ્વતંત્ર પાર્ટી 

1967        આર.ડી.પટેલ             કોંગ્રેસ 

1972        ઉમેદભાઈ ગોહેલ          કોંગ્રેસ 

1975        ઉમેદભાઈ ગોહેલ          કોંગ્રેસ 

1980        ઉમેદભાઈ ગોહેલ          કોંગ્રેસ 

1985        ઉમેદભાઈ ગોહેલ          કોંગ્રેસ 

1990        માધવસિંહ સોલંકી        કોંગ્રેસ 

1995        જી.યુ.ફતેહસિંહ            કોંગ્રેસ 

1998        ભરતસિંહ સોલંકી         કોંગ્રેસ 

2002       ભરતસિંહ સોલંકી         કોંગ્રેસ 

2004       અમિત ચાવડા            કોંગ્રેસ 

2007       અમિત ચાવડા            કોંગ્રેસ 

2012        રાજેન્દ્રસિંહ પરમાર        કોંગ્રેસ 

2017        રાજેન્દ્રસિંહ પરમાર        કોંગ્રેસ 

બોરસદ બેઠક પર મતદારો: 
આણંદ જિલ્લાની બોરસદ વિધાનસભા બેઠક પર કુલ મતદારોની સંખ્યા 2 લાખ 61 હજાર 186 છે. જેમાંથી 1 લાખ 34 હજાર 658 પુરુષ અને 1 લાખ 26 હજાર 523 મહિલા મતદારો છે. આ વિસ્તારમાં ક્ષત્રિય, પાટીદાર, મુસ્લિમ, વણકર-રોહિત, ચુનારા-દેવીપૂજક, બ્રાહ્મણ, વાણિયા સહિત અન્ય મતદારોનો સમાવેશ થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news